ભાઈએ માથામાં ગેસનો બાટલો મારી પોતાના જ સગા ભાઈની હત્યા કરી નાંખી…

ગુસ્સો એક એવી વસ્તુ છે કે જે થોડીક ક્ષણ માટે પણ કદાચ ભયંકર રીતે આવી જાય તો પછી પરિવારને વેરવિખેર કરાવી નાંખે છે. આપણે કેટલીય વાર એવા કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ કે જેમાં કોઈ નાનકડી બાબતે એક વ્યક્તિ બીજા વ્યક્તિની હત્યા કરી નાંખે છે.

આવી જ એક ઘટના અમદાવાદના મણિનગર વિસ્તારમાંથી સામે આવી છે. અહીંયા એક ભાઈએ પોતાના બીજા સગા ભાઈની માથામાં ગેસની બોટલ મારીની હત્યા કરી નાંખી છે.

હકીકતમાં મણીનગરમાં આવેલી એક ગણપત ચાલીમાં 36 વર્ષીય મધુકર ગોગવલે અને તેનો ભાઈ નિલેષ પોતાની માતા સાથે રહે છે. આ બંન્ને ભાઈઓ વચ્ચે કામધંધો ન હોવાની બાબતે ઝઘડો થયો હતો.

બંન્ને ભાઈઓ વચ્ચે સ્થિતિ એટલી હદે વણસી ગઈ કે સુભાષ નામના એક વ્યક્તિએ પોતાના સગાભાઈ નિલેષને ગેસનો બાટલો ઉપાડીને મારવા ગયો હતો.  તે વખતે તેના નાનાભાઈ નિલેશ મધુકર ગોગબલે એ તેના મોટાભાઈ સુભાષ મધુકર ગોગવલેના હાથમાંથી ગેસનો બાટલો લઈને તે સુભાષના માથાના ભાગમાં તથા છાતીના ભાગમાં મારી દીધો હતો. જેના કારણે સુભાષ મધુકર ગોગવલેના માથાના ભાગે ગંભીર ઈજા થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.

Scroll to Top