અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ચોમાસાની સિઝન આવે તે પહેલાં કોટ વિસ્તારમાં જર્જરિત મકાનોને નોટિસ આપવામાં આવે છે પણ જર્જરિત મકાન ઉતારવાની કામગીરી કરાતી નથી. આજે સવારના સમયે દરિયાપુર લખોટા પોળના નાકે જર્જરીત મકાન પડી ગયું હતું. જેમાં 3 જેટલા લોકોને ઈજા થઇ હતી. આ ત્રેણેય વ્યક્તિને તાત્કાલિર સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા ચારવાડમાં લાખોટા પોળના નાકે આજે સવારે એક માળનું મકાન ધરાશાયી થયું હતું. મકાન ધરાશાયી થતા કાટમાળ નીચે ત્રણ લોકો દટાયા હતા. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરતા રેસ્ક્યુ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. રેસ્ક્યુ ટીમ દ્વારા કાટમાળ નીચે દટાયેલા ત્રણેય લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. ત્રણેયને સામાન્ય ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. દરિયાપુર વિસ્તારમાં આવેલા લખોટા પોળની નાકે આવેલા એક મકાનમાં પરિવાર ભાડેથી રહેતો હતો. જે આજે સવારે 8:30 વાગ્યાની આસપાસ ધરાશાયી થયું હતું. મકાનમાં પિતા પુત્ર અને પુત્રવધુ રહેતા હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ શહેરના જમાલપુર વિસ્તારમાં કાજીનાં ધાબા પાસે પાંચ માળની ઈમારત ધરાશાયી થઈ હતી. ઈમારત ધરાશયી થતા ચારે તરફ ભાગદોડ હતી. કાજીનાં ધાબા પાસે આવેલી પાંચ માળની ઈમારત ધરાશાયી થતા આસપાસના લોકોમાં ભારે ફફડાટ ફેલાઇ ગયો હતો. આ ઇમારતમાં અનેક લોકો રહેતા હતા. જાણવા મળ્યું હતું કે, અત્યંત ગીચ વિસ્તારમાં આ ઘટના સર્જાઈ હતી.
દરિયાપુર વિસ્તારમાં લખોટાની પોળ આવેલી છે. પોળના રોડ પર શેખ પરિવારનું મકાન આવેલુ છે. આ મકાનમાં ઈરફાન પીરભાઈ શેખ પોતાના પરિવાર સાથે રહે છે. પરિવારનો સ્ટીમ પ્રેસનો વ્યવસાય છે. તેમનુ મકાન અત્યંત જર્જરિત હાલતમાં હતું. ત્યારે સોમવારની રાત્રે મકાનનો વચ્ચેનો ભાગ તૂટી પડ્યો હતો. જેમાં ઈરફાન પીરભાઈ શેખ (39 વર્ષ), રેશમાં ઈરફાન શેખ (28 વર્ષ) અને પીરભાઈ રમજુભાઈ શેખ (70 વર્ષ ) કાટમાળ નીચે દબાયા હતા. ફાયરબ્રિગેડની ટીમે તમામ લોકોનું ઝડપથી રેસ્ક્યૂ કરી સારવાર માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા.