પોતાનું ઘર હોય એ સપનું દરેક વ્યક્તિ જોવે છે. કેટલાક લોકો પોતાના ઘરને પોતાની ક્ષમતા હિસાબથી ખર્ચ કરીને બનાવે છે તો કેટલાક લોકો એવા પણ છે જે પોતાના ઘરને દરેક સુવિધાથી લેસ કરવા માટે પૈસાને પાણીની જેમ ખર્ચી નાખે છે. આજે આ ન્યુઝના માધ્યમથી તમને ભારતના એવા જ પાંચ મોઘા ઘરો વિશે જણાવી રહ્યા છીએ. આ ઘરોના માલિક દેશના મોટા ઉદ્યોગઓપતિ, રાજનેતા અને ફિલ્મ સ્ટાર છે.
મુકેશ અંબાણીનું ઘર: ભારત જ નહીં દુનિયાના અમીરોમાં સામેલ મુકેશ અંબાણીનું ઘર ખુબ જ સુંદર અને આલીશાન છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિકના ઘરનું નામ એંટીલા છે.
આ ઘરની કિંમત 10 હજાર રોકડ રૂપિયા બનાવવામાં આવી રહી છે.
સાઉથ મુંબઇમાં સ્થિત આ ઘર 27 માળની એક બિલ્ડિંગ છે જેમાં 6 માળ પર તો માત્ર પાર્કિંગની સુવિધા છે.
ઘરમાં 3 હેલીપેડ, જિમ,થિયેટર સહિત બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઘરના કુલ 5 સભ્યોની દેખરેખ માટે 600 લોકોનો સ્ટાફ રાખવામાં આવ્યો છે.
જિંદલ હાઉસ: કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા અને જિંદલ સ્ટીલ એંડ પોવર લિમિટેડના ચેરમેન નવીન જિંદલનું ઘર પણ ખુબ જ આલીશાન છે.
રાજધાનીના લુટિયન જોન્સમાં સ્થિત જિંદલનો આ બંગલો 150 કરોડ રૂપિયામાં બન્યો છે. દિલ્હીના સૌથી પોશ એરિયામાં બનેલું આ ઘર અંદાજિત 3 એક્ડમાં ફેલાયેલું છે
શાહરૂખ ખાનનો મન્નત બંગલો: બોલીવુડનો કિંગ ખાન કહેવાતા શાહરૂખ ખાનનો બંગલો પણ દરેક મામલે યૂનીક છે.
શાહરૂખના આ બંગલાનું નામ મન્નત છે.
આ બંગલાની કિંમત અંદાજિત 150 કરોડ રૂપિયાની આસપાસ છે. આ ઘરમાં ઓફિસ સ્પેસ, સ્ટૂડિયોઝ, બોક્સિંગ રિંગ અને ટેબલ ટેનિસ કોર્ટ પણ છે.
રતન ટાટા: દેશના દિગ્ગજ બિઝનેસમેનમાં સામેલ અને ટાટા સન્સના ચેરમેન રતન ટાટાનો મુંબઇ સ્થિત બંગલો પણ ખુબ જ આકર્ષક છે.
દરિયા કિનારે આવેલા આ બંગલાની કિંમત આશરે 150 કરોડની આસપાસ છે.
અનિલ અંબાણીનું ઘર: અનિલ અંબાણીનું નવું ઘર પણ ખુબ જ સુંદર છે.
અનિલ અંબાણીના આ ઘરની કિંમત 5 હજાર કરોડ રૂપિયાની આસપાસ છે. અનિલ અંબાણીનો આ બંગલો મુંબઇના પાલી હીલમાં બનાવેલો છે.