ArticleGujaratNews

માત્ર 23 વર્ષની વયે ખેડૂત પુત્રી રોમા ધડુકે પ્રથમ પ્રયત્ને PIની પરીક્ષા પાસ કરી સમાજનું ગૌરવ વધાર્યું.

GPSCમાં PIની પરીક્ષામાં સરદાર પટેલ ફાઉન્ડેશનના નવરત્ન ઝળક્યા

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા અનઆર્મડ પોલીસ ઈન્સપેકટર વર્ગ-રની લેવામાં આવેલી પરીક્ષામાં રાજકોટના ખોડલધામ પ્રેરિત શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન (એસપીસીએફ)ના નવ વિદ્યાર્થીઓ સફળ થયા છે.

જેમાં ચાર વિદ્યાર્થીની અને પાંચ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ નવરત્નમાં એક માત્ર ૨3 વરસની વયની રોમા ધડુક નામની તેજસ્વીનીનો પણ સમાવેશ થાય છે.

નવગુજરાત સમય સાથે વાત કરતાં રોમા ધડુકે જણાવ્યું હતું કે તેના માતા પિતા ગોંડલના ઘોઘાવદર ગામમાં રહે છે અને સામાન્ય ખેડૂત પરિવાર છે. પિતા જેઠાભાઈ ધડુક ખેતી કરે છે. માતા કાંતાબેન ગૃહિણી છે. ચાર પુત્રીઓ હોવા છતાં પિતાએ અમોને અભ્યાસની પુરતી તક આપી છે. મેં આઇએએસ અને જીએએસની પણ પરીક્ષા આપી છે.

જીપીએસસીની પોલીસ ઇન્સપેકટરની પરીક્ષા મેં પ્રથમ પ્રયત્ન જ પાસ કરી છે. હવે મારી ઇચ્છા પોલીસમાં જોઇન થઇ આઇપીએસ થવાની છે. આગળ હું ડીવાયએસપીની પરીક્ષા પણ આપવા માગુ છું

રોમાએ તેની સફળતામાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના એકેડેમીક હેડ ધવલ પટેલ અને અન્ય ફેકલ્ટીનો ફાળો હોવાનું જણાવે છે. સંસ્થાના એકેડેમિક કો-ઓર્ડિનેટર ધવલ પટેલના જણાવ્યા મુજબ જીપીએસસી પીઆઇની પરીક્ષામાં સંસ્થાના નવ વિદ્યાર્થીઓએ સફળતાં મેળવી તેથી અમોને આનંદ થયો છે. વધુને વધુ વિદ્યાર્થિઓ સફળતા મેળવે એવી તાલીમ આપવા અમે પ્રયત્નશીલ રહીએ છીએ.

ઉતિર્ણ થયેલ પરિક્ષાર્થીઓ – નિલેષ ઘેટિયા, રોમા ધડુક, ડો. દિન્ટા કથિરિયા, કેવલ વેકરિયા, શુભેન્દુ ફુલતરિયા, સંદિપ વેકરિયા, અજય પરમાર, અંજની પરસાણા, હિના હુંબલ.

એકની બદલી અને નવરત્ન તૈયાર થયા.

સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલા અભિયાનને કારણે સેંકડો પરીક્ષાર્થીઓની કારકિર્દી બની રહી છે. પણ રાજકિય હિત ધરાવતાં તત્વોએ આ સંસ્થામાં પણ પોતાનો પ્રભાવ સ્થાપવા પ્રયાસો કર્યા છે. થોડા સમય પહેલાં જીપીએસની તાલીમ આપતાં એક ફેકલ્ટીની સ્થાપિત હિતોએ બદલી કરાવી હોવાની ફરિયાદ ઉઠી હતી. હવે આ જ સંસ્થામાંથી તાલીમ લઈને નવરત્ન પોલીસ તંત્રમાં ફરજ બજાવશે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker