ઇંગ્લેન્ડના એક રિયાલિટી ટીવી શોમાં ભાગ લઇ રહેલા મિલેનીયર ભારતવંશી ઢીલલન ભારદ્વાજ ખબરોમાં છે. તેમણે કહ્યું કે આ શોના લીધે પહેલીવાર ગરીબી આટલી નજીકથી જોવા મળી. તે શો માટેના વરલીધમમાં એક મહિલા અને તેના 5 બાળકો સાથે રહે છે, જેને રોજનું જમવા માટે સંઘર્ષ કરવો પડતો હતો. જયારે ઢીલલનએ 16 વર્ષની ઉંમરમાં જ કરોડોની રકમ કમાઈ લીધી હતી.
21 વર્ષનો ઢીલલન લેસિસ્ટરશાયરમાં 42 એકરના બંગલામાં રહે છે અને લક્ઝરી લાઈફ જીવે છે
– તેના બંગલામાં 5 લિવિંગ રૂમથી લઈને ત્રણ કિચન, એક ટેનિસ કોર્ટ, સિનેમા, જિમ અને 20 બેડરૂમ સુધી ઘણું બધું છે
– તેમના પરિવાર પાસે લગભગ 20 ગાડીઓનો કાફલો છે, જેમાં રોલ્સ રોય્સ કારથી લઈને ફરારી, લેમ્બોર્ગીની અને બીમએમડબલ્યુ પણ સામેલ છે
– ઢીલલન પોતે તો ઘણો ટેલેન્ટેડ છે. તેણે માત્ર 16 વર્ષની ઉંમરમાં ઘરના ગેરેજથી કપડાંની ડિઝાઇનિંગનું કામ શરુ કર્યું હતું
– એક જ વર્ષમાં તેઓ ક્લોથીંગ ચેન Ratchetના ઓનર બની ગયા હતા અને પહેલા જ વર્ષે લગભગ 9 કરોડ રૂપિયા કમાઈ લીધા હતા
– ઢીલલનને એવી સફળતા મળી કે તેમની ક્લોથીંગ લાઈનના ડ્રેસ રિહાના અને માઇલી સાયરસ જેવા સ્ટાર્સ પણ પહેરી ચુક્યા છે
– બિઝનેસ સેટઅપ કરવા માટે પાંચ વર્ષ પછી હવે તેમની લોન્ગ ઇટન, બ્રોડમારશ અને શેફિલ્ડમાં દુકાનો છે. તે હવે સેલિબ્રિટીઝ માટેના ડ્રેસ ડિઝાઇન કરવા માટે ઉત્સુક છે