કોમેડી નાઇટ્સ વિથ કપિલ શો ની એક્ટ્રેસ ઉપાસના સિંહ પર કોરોના કર્ફ્યુ તોડવાનો આરોપ લાગ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, ઉપાસના રુપનગરના મોરિન્ડાની શુગર મિલમાં ફિલ્મની કાસ્ટ સાથે શૂટિંગ કરવા પહોંચી હતી.
પંજાબ પોલીસને જેવી આ વાતની જાણ થઈ તે ઘટનાસ્થળ પર પહોંચી ગઈ. ત્યારબાદ પોલીસે શૂટિંગની મંજૂરીની માંગ પર ઉપાસના સાથે પ્રશ્ન કર્યા પરંતુ એક્ટ્રેસ પાસે તેનો કોઈ ઉત્તર હતો નહિ. તેવામાં પોલીસે ઉપાસના સિંહ પર કાર્યવાહી શરૂ કરી. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને આ આખા શૂટિંગના સેટનો વિડિયો પણ બનાવ્યો. શૂટિંગના સેટના ફોટા પણ લીધા છે. તમને જણાવી દઈએ કે, ઉપાસના સિંહ કપિલ શર્માના કોમેડી શોમાં કપિલ શર્માની બુઆનો રોલ પ્લે કરે છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના કેસ વધવાના કારણે મુંબઈ સહિત દેશના ઘણા રાજ્યોમાં લોકડાઉન ચાલી રહ્યું છે. તેવામાં ફિલ્મો અને ટીવીસિરિયલનું શૂટિંગ બંધ છે. ઘણા શોનું શૂટિંગ મહારાષ્ટ્રની બહાર દમણ, ગોવા અને અન્ય જગ્યાઓમાં ચાલી રહ્યું છે. તેમાં રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ અને મોલક્કી સામેલ છે.
તમને જણાવી દઈએ કે, આ પહેલા કોરોના ગાઈડલાઇનના ઉલ્લંઘનના આરોપમાં એક્ટર જીમી શરગિલની પંજાબના લુધિયાણામાં ધરપકડ કરવામાં આવી હતી. જીમી શેરગિલે શૂટિંગ દરમિયાન સોશિયલ ડિસ્ટનસિંગની સાથે-સાથે અન્ય નિયમોનું ઉલ્લંઘન પણ કર્યું છે. પોલીસે જીમી શેરગિલની સાથે તેના સાથીઓ પર પણ કેસ દાખલ કરી તેમની ધરપકડ કરી લીધી હતી. જો કે, પોલીસે આ બધાને જામીન પર મુક્ત કરી દીધા છે.
ઉલ્લેખનીય છે કે પંજાબી એક્ટર ગિપ્પી ગ્રેવાલ વિરુદ્ધ પણ પંજાબ પોલીસ કાર્યવાહી કરી ચૂકી છે. ગિપ્પી ગ્રેવાલ પર કોરોના ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે ગિપ્પી વિકેન્ડ લોકડાઉનમાં પંજાબી કોમેડી ફિલ્મ ‘ગિરધારી લાલ’ નું શૂટિંગ કરી રહ્યા હતા. તેણે કોઈ શૂટિંગ માટે કોઈ મંજૂરી લીધી હતી નહિ. પોલીસ ગિપ્પી સાથે સાત લોકોની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમને જમાનત પર મુક્ત કરી દેવામાં આવ્યા હતા.