CBSC ધોરણ 10ના બોર્ડના પરીણામો જાહેર

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બૉર્ડ દ્વારા ધોરણ-10ના પરિણામ જાહેર થઈ ગયા છે. આ સાથે જ CBSE 10માંના વિદ્યાર્થીઓને પોતાના પરિણામનો ઇંતઝાર ખત્મ થઈ ગયો છે. જે વિદ્યાર્થીઓએ CBSE ધોરણ-10ની પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તેઓ પરિણામ જાહેર થયા બાદ cbseresults.nic.in પર જઇને પોતાનું રિઝલ્ટ જોઈ શકે છે. આ વર્ષે 10મામાં 99.04 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.

આ વર્ષે કોરોનાને કારણે પરીક્ષા રદ્દ થયા બાદ આંતરિક મૂલ્યાંકન અને સીબીએસઈ દ્વારા તૈયાર રિઝલ્ટ ફોર્મૂલાના આધાર પર ધોરણ 10ના વિદ્યાર્થીઓને માર્ક આપવામાં આવ્યા છે. તેથી આ વખતે ન મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે કે સીબીએસઈ બોર્ડ ધોરણ 10ના ટોપરની જાહેરાત કરશે.

મહત્વનું છે કે, આ વર્ષે કોરોનાના કારણે ધોરણ 10 ની પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. સૌથી મોટી વાત એ છે કે, પરીક્ષા રદ્દ થતા પરીણામોને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી. કારણ કે જેના બાળકો હોશિયાર છે તેમને ચિંતા સતાવવા લાગી હતી કે, અમારા બાળકને યોગ્યતા અનુસાર પરિણામ મળશે કે કેમ? પરંતુ મેરીટના આધારે નક્કી થયેલા પરિણામને લઈને હજી સુધી કોઈ ફરીયાદ આવી નથી.

Scroll to Top