કેન્દ્ર સરકારે બંધ કરી હજયાત્રીઓને મળતી સબસિડી

હજ યાત્રા પર જનારા લોકોને મળતી સબસિડી કેન્દ્રની મોદી સરકારે આ વર્ષથી બંધ કરી દીધી છે. લઘુમતિ બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ મંગળવારે જાહેરાત કરી હતી કે હજ યાત્રા પર જનારા લોકોને આપવામાં આવતી સબસિડી આ વર્ષથી બંધ કરવામાં આવી છે. સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે આ નિર્ણય તુષ્ટીકરણ વિના લઘુમતિઓને સશક્ત બનાવવાના એજન્ડાનો એક ભાગ છે. સરકારના આ નિર્ણયથી 1.75 લાખ હજયાત્રી પ્રભાવિત થશે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2012માં સુપ્રિમ કોર્ટે એક નિર્ણયમાં હજ સબસિડીને ધીમે ધીમે 2022 સુધીમાં સમાપ્ત કરવાનું કહ્યું હતું. જ્યાર બાદ હજ સબસિડી પાછી લેવાની નીતિ તૈયાર કરવામાં આવી. ખર્ચ બધ્યા બાદ સરકાર હવે હવાઇ માર્ગની સાથે હજ યાત્રીઓને દરિયાઇ માર્ગનો પણ વિકલ્પ આપશે.

લઘુમતિ બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે હજ સબસિડીના ફંડને મુસ્લિમ યુવતીઓ અને મહિલાઓના શિક્ષણ માટે ખર્ચ કરવામાં આવશે. સબસિડીનો ફાયદો એજન્ટ ઉઠાવી લેતા હતા તેથી હજ સબસિડી બંધ કરવામાં આવી છે. ગરીબ મુસ્લિમો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here