યુવકને લાફો મારીને ફોન તોડવો કલેક્ટરને પડ્યો ભારે, CM બધેલ એ તાત્કાલિક અસરથી હટાવ્યા, વિડિયો થયો હતો વાયરલ

છત્તીસગઢના સુરજપુર જિલ્લામાં એક યુવકને લાફો મારીને અને તેનો ફોન તોડી નાખનાર કલેકટર રણબીર શર્માને ભારે પડી ગયું છે. મુખ્યમંત્રી ભુપેશ બધેલ એ આ લાફો મારનાર કલેકટર રણબીર શર્માને તાત્કાલિક અસરથી દૂર કરી દીધા છે. સોશિયલ મીડિયમાં આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ છત્તીસગઢ સરકારે આ નિર્ણય લીધો છે. ખરેખર રણબીર શર્માને આ વાયરલ વીડિયોમાં lockdown માં દવા લેવા જઈ રહેલ યુવકને લાફો મારીને અને તેનો ફોન તોડતા જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા બાદ છત્તીસગઢના મુખ્યમંત્રીએ આ ઘટનાની કાર્યવાહી કરતા ડીએમ ને તાત્કાલિક પદ પરથી હટાવવાનો આદેશ આપ્યો છે. આઇ.એ.એસ ગૌરવ કુમાર સિંહને સુરજપુર ના નવા જિલ્લા કલેકટર નિયુક્ત કરવામાં આવ્યા છે.

ભુપેશ બધેલ એ ટ્વીટ્ કરીને આ માહિતી આપી અને પીડિત યુવક અને તેમના પરિવાર પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમને tweet માં લખ્યું કે, “સોશિયલ મીડિયાના માધ્યમથી સુરજપુર કલેકટર રણબીર શર્મા દ્વારા એક યુવક સાથે દુર્વ્યવહાર કરવાનો મામલો મારી સામે આવ્યા છે.” તે ખૂબ જ દુઃખદ અને નિંદાત્મક છે. છત્તીસગઢમાં આ પ્રકારનું કૃત્ય ક્યારેય સહન કરવામાં નહીં આવે. કલેકટર રણબીર શર્માને તાત્કાલિક પ્રભાવથી હટાવવાનો નિર્દેશ આપ્યો છે.

સોશિયલ મીડિયાના માધ્યમથી સુરજપુર કલેકટર રણબીર શર્મા દ્વારા એક યુવક દુર્વ્યવહાર નો મામલો મારી સામે આવ્યો છે. આ બહુ દુઃખદ અને નિંદાત્મક છે. છત્તીસગઢ માં આવું કૃત્ય ક્યારેય સહન કરવામાં નહિ આવે.

તેમને કહ્યું કે, કોઈપણ અધિકારીની સતાધાર જિંદગીમાં આ પ્રકારનું વર્તન સ્વીકાર્ય નથી હું આ ઘટનાથી નારાજ છું, હું આ યુવક અને તેમના પરિવારને ખેદ વ્યક્ત કરું છું.

જાણો, સમગ્ર મામલો

સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયો પ્રમાણે માસ્ક પહેરેલ એક યુવકને પોલીસે જ્યારે રોક્યો ત્યારે કલેક્ટરને એક કાગળ અને મોબાઇલ ફોનમાં કંઈક બતાવવાની કોશિશ કરતો હતો. આ દરમિયાન કલેક્ટરે તેનો ફોન લઈ લીધો અને તેને જમીન પર ફેંકી દીધો હતો. વિડિયો પ્રમાણે કલેક્ટરે યુવકને લાફો પણ માર્યો. આ પછી સ્થળ પર હાજર પોલીસ કર્મી અને અધિકારીઓ ત્યાં પહોંચી આવેલ બંને યુવક પોલીસે યુવકને દંડાથી માર માર્યો. વીડિયોમાં કલેકટર દ્વારા યુવકને મારવાનો આદેશ આપતા સાંભળવા મળી રહ્યું છે.

વિડીયો વાયરલ થયા બાદ કલેકટર આ ઘટના મામલે માફી માંગી હતી અને કહ્યું હતું કે લોકો નિયમોનું પાલન કરે. સુરજપુર જિલ્લાના કલેક્ટર રણબીર શર્માએ તેના નિવેદનમાં કહ્યું કે આજે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં હું એક યુવકને લાફો મારતા જોવા મળી રહ્યો છું lockdown દરમિયાન બહાર હતો. આવા વ્યવહારને લઈને હું માફી માગું છું. મારે આ વ્યક્તિ નો અનાદર કરવાનો કોઈ ઈરાદો નહોતો.

Scroll to Top