પ્લેટફોર્મ પર મળેલા વૃદ્ધ માટે ‘મસીહા’ બન્યા છત્તીસગઢના ઇન્સ્પેક્ટર, દોઢ મહિના સુધી ભોજન અને આંખોની રોશની આપી

કોરોના મહામારી કારણે કરાયેલા લોકડાઉનના કપરા સમય દરમિયાન દેશમાં પોલીસ કર્મચારીઓએ માનવતાની મિસાલ બન્યા છે. છત્તીસગઢના રાયગઢ જિલ્લાના એક પોલીસ ઇન્સ્પેક્ટરની લોકડાઉનમાં કરેલા કામના કારણે સોશિયલ મીડિયા પર તેમની ખૂબ પ્રશંસા કરાઈ છે. એટલું જ નહીં, તેમના ઉપરી અધિકારીઓએ પણ ઇન્સ્પેક્ટર ઉત્તમ સાહૂના કામના વખાણ કરી રહ્યા છે. ઇન્સ્પેક્ટર ઉત્તમ સાહૂએ પ્લેટફોર્મ પર મળેલા એક 75 વર્ષના વૃદ્ધને દોઢ મહિના સુધી ભોજન જમાંડયું હતું. તેની સાથે તેમની આંખોની સારવાર કરાવી રોશની પણ પાછી અપાવી દીધી હતી.

કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન દેશના અનેક ખૂણાઓ સહિત રાયગઢમાં પણ હોટલ અને ઢાબા બંધ કરાવવામાં આવ્યા હતા. જ્યારે આ દરમિયાન એક ઢાબા પર કામ કરનાર 75 વર્ષના વૃદ્ધ બેરોજગાર થઇ ગયા હતા. લોકડાઉન જેવા સમયમાં વૃદ્ધ સ્ટેશન પર આવીને રહેવા માટે મજબૂર બન્યા હતા. જયારે વૃદ્ધ 55 વર્ષથી પરિવારથી દૂર રહી રાયગઢમાં આવેલ હોટલ એટલે કે ઢાબામાં કામ કરી રહયા હતા.

નિરાધાર વૃદ્ધ વિશે જાણકારી મળતાં જ ઇન્સ્પેક્ટર સાહૂએ વૃદ્ધ માટે જરુરી ભોજન સુવિધાની વ્યવસ્થા પૂરી પાડી દીધી હતી. એટલું જ નહીં, ઇન્સ્પેક્ટર સાહૂ દોઢ મહિના સુધી સવાર સાંજનુ ભોજન વૃદ્ધ સુધી પહોચાડ્યું હતું. આ દરમિયાન ક્યારેક ઇન્સ્પેક્ટર જાતે પણ વૃદ્ધની ખબર લેવા પહોંચી જતા હતા. તેમ છતાં ઉમરના કારણે વૃદ્ધની આંખો ઝાંખી પડી ગઇ હતી. તેના કારણે મોતિયાને લીધે તેઓ સ્પષ્ટ રીતે જોઇ શકતા નહોતા. ત્યાર બાદ ઇન્સ્પેક્ટર સાહૂએ શહેરના હોસ્પિટલમાં વૃદ્ધનું મોતિયાનું ઓપરેશન પણ કરાવી દીધું અને તેમની આંખોની રોશની પાછી અપાવી દીધી હતી.

ઇન્સ્પેક્ટર સાહૂના સારા કામના કારણે ઉપરી અધિકારી અને 2011 બેચના IPS અધિકારી રાયગઢ એસપી સંતોષ સિંહે તેમના ખૂબ વખાણ કર્યા હતા. તેમણે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન ઢાબા બંધ થવાના કારણે એક 75 વર્ષના નિરાધાર વૃદ્ધે પ્લેટફોર્મનો આશરો લઇ લીધો હતો. તેની જાણ થતા જ રાયગઢના ઇન્સ્પેક્ટર ઉત્તમ સાહૂએ દોઢ મહિના સુધી સતત ભોજન જમાડયું અને મોતિયાનું ઓપરેશન કરાવી જીવનમાંથી અંધારુ દૂર કરી નાખ્યું. ઉત્કૃષ્ટ માનવીય કામ કર્યું.

Scroll to Top