મહિલા સાથે છેડતી કરનારને કોર્ટે આપી વિચિત્ર સજા, ૬ મહિના સુધી ગામની મહિલાઓના ધોવા પડશે કપડા

બિહાર જીલ્લાથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. બિહારના મધુબની જિલ્લામાં યુવતીઓની છેડતી અને રેપના પ્રયત્ન બદલ આરોપીને સ્થાનિક કોર્ટ દ્વારા રસપ્રદ સજા ફટકારવામાં આવી છે. કોર્ટે જણાવવામાં આવ્યું છે કે, આરોપીને જામીન અપાઈ રહ્યા છે પરંતુ તેની સાથે સાથે કોર્ટ દ્વારા એક શરત પણ છે કે તેને આગામી 6 મહિના સુધી ગામની તમામ મહિલાઓના કપડા ધોવા પડશે.

જેના કારણે તેના મનમાં મહિલાઓ માટે સન્માન જાગશે. તેની સાથે-સાથે કપડા ધોયા બાદ તેને ઈસ્ત્રી પણ કરવી પડશે અને ઘરે ઘરે જઈને કપડા પરત પણ આપવા પડશે. પ્રાપ્ત માહિતી અનુસાર, કોર્ટ દ્વારા 20 વર્ષીય લલન કુમારને મહિલાઓનુ સન્માન કરવા માટે પણ ટકોર કરવામાં આવી હતી. કોર્ટને જાણ થઈ છે કે, આરોપી ધોબી છે ત્યારે કોર્ટે તેને મહિલાઓના કપડા ધોવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

જ્યારે આ ગામની વાત કરવામાં આવે તો આ ગામમાં 2000 જેટલી મહિલાઓની વસતી રહેલી છે. કોર્ટના આદેશ મુજબ હવે આગામી 6 મહિના સુધી આરોપીએ મહિલાઓના કપડા ધોવા પડશે અને તેને ઈસ્ત્રી કરીને પણ આપવા પડશે. કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતુ કે, આરોપી કોર્ટની સજાનુ પાલન કરે છે કે, નહીં તેના પર ગામના સરપંચ કે બીજા કોઈ સરકારી કર્મચારી દ્વારા નજર રાખવામાં આવશે.

આરોપી દ્વારા જે નજર રાખી રહ્યા હશે તેવા વ્યક્તિ પાસેથી મફત સેવા કરી છે તેવુ પ્રમાણ પત્ર પણ તેને લેવુ પડશે. નોંધનીય છે કે, લલન કુમારને 19 એપ્રિલના રોજ છેડખાની અને રેપના પ્રયત્ન બદલ પકડવામાં આવ્યો હતો. જ્યારે લલન પર ગામની મહિલા સાથે જ છેડતીનો આરોપમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Scroll to Top