રાફેલ ડીલ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્રની મોદી સરકારની ઝાટકણી કાઢી હતી. કેન્દ્ર સરકારે જવાબ રજૂ કરવા માટે વધુ સમયની માંગ કરી હતી. સાથે જ કહ્યું હતું કે સુનાવણી મંગળવાર સુધી ટાળી દેવામાં આવે. આ અંગે ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ કહ્યું કે હવે આ અંગે આદેશ આપશે. આ દરમિયાનમં મેશેનીંગમાં નામ બોલવા પર બેન્ચમાં સામેલ ચીફ જસ્ટીસ નારાજ થઈ ગયા હતા અને તેમણે કેન્દ્ર સરકારના વકીલને ઝાટકી નાંખ્યા હતા.
આની સાથે જ પીએમ મોદી અને અમિત શાહ દ્વારા આચારસંહિતા ઉલ્લંઘન મામલે તેમણે અભિષેક મનુ સિંઘવીને પણ ઝાટકી નાંખ્યા હતા. ચીફ જસ્ટીસે કહ્યું કે બધા કોર્ટની સાથે હાઈડ અને સીકની રમત શા માટે રમી રહ્યા છો.
ચીફ જસ્ટીસ ગોગોઈએ કહ્યું કે કેન્દ્ર સરકારના વકીલ કહી રહ્યા છે કે જવાબ માટે એફિડેવિટ રજૂ કરવા માંગે છે પરંતુ તેઓ એ બતાવી રહ્યા નથી કે ક્યારે એફિડેવિટ દાખલ કરવા માંગે છે. કેન્દ્રના વકીલે કહેવું જોઈએ કે આવતીકાલે થનારી સુનાવણી દરમિયાન એફિડેવિટ રજૂ કરશે. પરંતુ તેઓ એવું કશું કહી રહ્યા નથી. આવી જ રીતે સિંઘવી પણ પીએમ મોદી અને અમિત શાહનું નામ લઈ રહ્યા નથી. કોર્ટની સાથે હાઈડ એન્ડ સીક (છૂપાછપી) નો ખેલ ચાલશે નહીં.
ગુજરાતમાં મતદાન કરવાના સમયે પીએમ મોદી અને અમિત શાહ દ્વારા રોડ શો કરવામાં આવતા કોંગ્રેસે આચારસંહિતા ઉલ્લંઘનની ફરીયાદ ચૂંટણી પંચને કરી હતી પરંતુ પંચ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં પીટીશન ફાઈલ કરી છે અને ચૂંટણી પંચને નિર્દેશ આપવા માંગ કરી છે. આચારસંહિતાના ઉલ્લંઘનના કેસામાં 72 કલાક સુધી પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂકાઈ શકે છે.