રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત પોઝિટીવ, સોશિયલ મીડિયા પર આપી માહિતી

કોરોનાને કારણે હાલ રાજનેતાઓ પણ સંક્રમણની ઝપેટમાં આવી રહ્યા છે. દેશા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનો કોરોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. બાદમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર કોરોનાની ઝપેટમાં આ ગયા. ત્યારે વધુંમાં હવે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત પણ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. જેના કારણે રાજસ્થાનમાં હવે ચિંતાનો મહાલો છે.

ટ્વીટ કરીને માહિતી આપી

સોશિયલ મીડિયા પર તેમણે ટ્વીટ કરીને માહિતી આપી છે. જેમા તેમણે કહ્યું કે તેંમણે કોવીડ ટેસ્ટ કરાવ્યો તેમા તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જોકે તેમનામાં કોઈ પણ લક્ષણ જોવા નથી મળ્યા. સાથેજ તેઓ ગાઈડલાઈનનું પાલન કરીને હોન આઈસોલેશનમાં છે. જોકે એક દિવસ પહેલા તેમના પત્નીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.

મોતના આંકડામાં ઉછાળો

રાજસ્થાનમાં કોરોનાને કારણે દિવસેને દિવસે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. માત્ર થોડાક દિવસોમાંજ મૃત્યુનો આકડો અહીયા ઝડપભેર ઉછાળો માર્યો છે. માત્રે બે સપ્તાહમાં અહીય સંક્રમણનો આંકડો તેમજ મોતને આકડો 3 ગણો વધી ગયો છે. ખાસ કરીને લોકો અહીયા આરટીપીસીઆર રિપોર્ટ વધારે કરવી રહ્યા છે. જેના કારણે લોકો હવે અહીયા ભયના માહોલમાં જીવી રહ્યા છે.

120 કરતા વધારે લોકોના મોત

રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના પુત્ર અને સાસંદ દુષ્યંત સિંહ પણ અહીયા કોરોના સંક્રમણનો ભોગ બની ચુક્યા છે. જયપુરના ધારાસભ્ય અશોક લાહોટી તેમજ તેમનો પરિવાર પણ કોરોનાન ઝપેટમાં આવી ચુક્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીયા 16 હજાર કરતા વધારે કેસ નોંધાયા છે. સાથેજ 120 કરતા વધારે લોકોના મોત થયા છે. જોકે રાહતની વાત એ છે કે દિવસેને દિવસે અહીયા લકો રિકવર પણ જલ્દી થઈ રહ્યા છે.

રાજપૂત સમાજના નેતાનું મોત

કોરોનાને કારણે રાજસ્થાનમાં રાજપૂત સમાજ સાથે જોડાયેલા નેતા ગિરિરાજ સિંહ લોટવાડાનું પણ મોત થયું છે. તેઓ લાબાં સમયસુધી રાજપૂત સભા ભવનના અધ્યક્ષ રહ્યા હતા. સંક્રમીત થયા બાદ તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે તેમેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. જેના કારણે તેમનું મૃત્યું થયું હતું.

સંક્રમણ બેકાબૂ

ઉલ્લેખનીય છે કે સમગ્ર ભારતમાં હાલ કોરોનાને કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયેલો છે. દિવસેને દિવસે સંક્રમણ રોકેટ ગતીએ વધી રહ્યું છે. જેની સામે મોતનો આકડો પણ એટલો વદી ગયો છે. કે હવે સ્મશાનોમાં પણ વેઈટીંગમાં ઉભા રહેવું પડે છે. સંક્રમણની ચેઈન તોડવા સરકાર દ્વારા પણ પુરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમ છતા સંક્રમણ ભયંકર બેકાબૂ બની ગયું છે.

Scroll to Top