મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર કર્યા આકરા શાબ્દિક પ્રહારો

આગામી 7 ઓગસ્ટે ગુજરાતમાં વિજય રૂપાણી સરકાર પાંચ વર્ષ પુરા કરશે. ઠેર ઠેર ભાજપ દ્વારા તેની ઉજવણી થઇ રહી છે. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં પણ આજે જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી કરાઇ છે  જેમાં સીએમ વિજય રૂપાણી, પાર્ટી અધ્યક્ષ પાટીલ સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા. જ્યાં સીએમ વિજય રૂપાણીએ પોતાની ભાજપ સરકારની ઉપલબ્ધીઓ ગણાવીને કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી.

રૂપાણીએ કહ્યું કે આ કોંગ્રેસ પાર્ટી વિપક્ષમાં બેસવાની લાયક પણ નથી, અમે જ્ઞાનની વાત કરીએ છીએ તો  આ લોકો અજ્ઞાનની વાતો કરે છે, અમે વિકાસની વાત કરીએ તો આ લોકો વિનાશની વાતો કરે છે. અમે રાજ્યની જનતા માટે વિકાસના કામો કર્યાં છે જેથી જે આગામી 9 દિવસ સુધી તેમના કાર્યકર્તાઓ જનતા સમક્ષ તેમની કામગીરી દર્શાવશે. અત્યાર સુધી વિકાસના જે કામો કરાયા છે તેને લઇને હવે ભાજપે જનતાને આકર્ષવાના પ્રયાસ શરુ કર્યાં છે.

શિક્ષણના સ્તર પર બોલતા રૂપાણીએ કહ્યુંકે કોંગ્રેસના શાસનમાં 11 જ યુનિવર્સિટી હતી અમારા શાસનમાં રાજ્યમાં અનેક યુનિવર્સિટી શરૂ કરાઇ છે, શિક્ષણનું સ્તર ઉપર આવી રહ્યું છે. ભાજપે શિક્ષણ માટે બજેટ વધારીને વિદ્યાર્થીઓના હિતમાં અનેક કામ કર્યાનું વિજય રૂપાણીએ જણાવ્યું હતું. નોંધનીય છે કે વિજય રુપાણી સરકાર 7 ઓગસ્ટે પાંચ વર્ષ પૂરા કરી રહી છે જેના જે ભાગરુપે આજથી જુદા જુદા કાર્યક્રમો શરુ કરાયા છે.

Scroll to Top