દેશમાં ફેલાયેલી કોરોના મહામારી વચ્ચે પાકિસ્તાન અને ચીન સરહદો પર કાવતરાંની યોજના બનાવી રહ્યા છે. આવા સમયમાં બીએસએફે ગુરુવારે બાંગ્લાદેશ સરહદેથી ગેરકાયદે ભારતમાં ઘૂસવા જતા એક ચીની નાગરિકની ધરપકડ કરી હતી. આ ચીની નાગરિક હાન જુનવે એક જાસૂસ નીકળ્યો છે. BSF દ્વારા આ ચીની જાસૂસની કલાકો સુધી કડક પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે પૂછપરછ બાદ ચીનના એક મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો.
ચીની જાસૂસ સાથે કડક પૂછપરછમાં ખુલાસો કર્યો છે કે તે ગત બે વર્ષમાં લગભગ 1300 ભારતીય સિમકાર્ડ સ્મગલિંગ કરીને ચીન લઇ ગયા છે. બીએસએફ અને ગુપ્તચર એજન્સીઓની પૂછપરછમાં ચીની જાસૂસ હાન જુનવેએ આ વાતનો પણ ખુલાસો કર્યો કે ચીનમાં આ સિમકાર્ડ્સ વડે ભારતના મહત્વપૂર્ણ એકાઉન્ટ્સને હેક કરીને અને નાણાકીય છેતરપિંડીમાં ઉપયોગ કરવામાં આવતો હતો.
ચીની નાગરિક હાન જુનવે ખોટા ઈરાદાથી ગેરકાયદે માર્ગે પશ્ચિમ બંગાળના માલદામાં ઘૂસતા પકડાયો હતો. જુનવે જાસૂસ હોવાની જાણ થયા પછી સત્તાવાર રીતે તેની ધરપકડ કરાઈ હતી. હાન જુનવેને શુક્રવારે ઉત્તર પ્રદેશની એટીએસને સોંપી દેવાયો હતો. હાન જુવેના બિઝનેસ પાર્ટનર સુન જિયાંગની તાજેતરમાં ઉત્તર પ્રદેશ પોલીસે ધરપકડ કરી હતી.
થોડાક સમય પહેલાં ઉત્તર પ્રદેશ ATS એ હાન જુનવે અને તેની પત્નીને જિયાંગ સાથે સંકળાયેલા એક કેસમાં સહ-આરોપી બનાવ્યા હતા અને હાન જુનવઈને વોન્ટેડ જાહેર કર્યો હતો. હાન વોન્ટેડ હોવાથી તેને ભારતના વિઝા નહોતા મળતા.
જુનવેએ વર્ષ 2019માં ગુરૂગ્રામમાં પોતાના એક બિઝનેસ પાર્ટનર, સુન જિયાંગ સાથે સ્ટાર-સ્પ્રિંગ નામની એક મોટી હોટલ ખોલી હતી. પરંતુ આ બંને આ હોટલની આડમાં જાસૂસી અને ભોળા ભારતીયોના ખિસા ખંખેરવાનું કામ કરતા હતા. બીએસએફના અનુસાર, ડુપ્લીકેટ દસ્તાવેજોના આધારે આ બંને ભારતીય સિમકાર્ડ ખરીદતા હતા. ત્યારબાદ અંડરગ્રામેંટ્સમાં આ સિમકાર્ડ્સને સંતાડીને ચીન લઇ જતા હત.