ગોંડલના મગફળી ગોડાઉનમાં હેતુપૂર્વક આગ લગાવાઈ હોવાની CID ને શંકા

રાજ્યમાં બહુ ગાજેલા ગોંડલ મગફળી ગોડાઉનના આગની ઘટનામાં સીઆઇડી ક્રાઇમ હવે ધરપકડ શરૂ કરે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ મગફળીના ગોડાઉનમાં આગ લાગ હતી. અને આગમાં 25થી 30 કરોડની મગફળીનો જથ્થો બળી ગયો હોવાનું અનુમાન છે તે સમયથી આ ઘટનામાં મોટા માથા તરફ શંકાની સોય ખેંચાય તેવા તમામ મુદ્દા સામે આવી રહ્યાછે. મગફળીના ભાવ તળિયે બેસી જતા સરકાર ટેકાના ભાવે ખેડૂતોની મગફળી લેવા આગળ આવી હતી. અને તે મગફળીન જથ્થો આ ગોડાઉનમાં ભરવામાં આવ્યો હતો. પરંતુ તેમાં દલાલો, કમિશનબાજો અને વહીવટદારોએ ખેલ પાડીને ભોળા ખેડૂતો પાસેથી ૭-૧રના દાખલા વગેરે દસ્તાવેજો લઈને તેનું વેચાણ કરીને ખિસ્સા ભરી લીધાનું કૌભાંડ ભૂગર્ભમાંથી સપાટી પર આવી રહ્યું છે.

તપાસ કરતા જાણવા મળ્યું છે કે આ ગોડાઉનમાં ઈલેક્ટ્રિક કનેક્શન પણ ન હતું. આમ છતાં આગ કઈ રીતે લાગી તે મોટો પ્રશ્ન છે. હાલમાં સીઆઇડી ક્રાઇમે કેટલીક તપાસ બાદ નિષ્કર્શ આપ્યો છે કે ગોડાઉનમાં લાગેલી આગ બહારથી જ લગાવવામાં આવી હતી અને આ શંકા હેઠળ ગોડાઉન માલિક સહિતના કેટલાક શખ્સો સામે ઇરાદા સાથે સંપત્તિનો નાશ કરવાની ઇન્ડિયન પીનલ કોડની કલમ 436 હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે. અને વધુ તપાસ હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે ગોંડલની આ આગ માટે પહેલાથી જ આશંકા સેવાઇ રહી હતી કે તે કાવતરાંના ભાગ હેઠળ લગાવવામાં આવેલી આગ છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here