હાર્દિક પટેલ ઉપવાસના 19માં દિવસે પારણા કરી લેશે તેવી જાહેરાત પાસ તરફથી કરવામાં આવી છે. આ અંગેની માહિતી પાસના કન્વીનર મનોજ પનારાએ આપી હતી. આ અંગે પાટીદાર અગ્રણી તેમજ હાર્દિકના વિવિધ મુદ્દાઓને લઈને સરકારમાં રજુઆત કરનારા સી.કે. પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પાટીદાર સમાજ માટે આજનો દિવસ સોનેરી છે. હાર્દિકે સમાજની લાગણીને માન રાખીને પારણાં કરી લેવાની જાહેરાત કરી છે તે સારી વાત છે. નોંધનીય છે કે ચોથી સપ્ટેમ્બરના રોજ પાટીદાર સમાજની સંસ્થાઓ અને સરકારના મંત્રીઓ સાથે વાટાઘાટો કરનારા સી. કે. પટેલને પાટીદાર અનામત આંદોલન સમિતિએ સરકારના એજન્ટ ગણાવ્યા હતા.
‘છ સંસ્થાઓના પ્રતિનિધિઓ પારણાં કરાવશે’
સી.કે. પટેલ કહ્યું કે, “પાટીદારની મુખ્ય છ સંસ્થાઓના પ્રતિનિધિઓ વચ્ચે ઉમિયા કેમ્પસ ખાતે એક બેઠક મળશે. બાદમાં સંસ્થાના પ્રતિનિધિઓ હાર્દિક પાસે જઈને પારણાં કરાવશે. હાર્દિકની તબિયતને લઈને સમાજ ખૂબ જ ચિંતિત હતો.”
‘તમામ મુદ્દાઓ અંગે સરકાર સાથે વાતચીત કરીશું’
હાર્દિક પટેલની ત્રણ માંગણી અંગે જણાવતા સી.કે.પટેલે કહ્યું કે, “હાર્દિક પટેલ ઉપરાંત એસપીજી તરફથી પણ અમને ઘણા મુદ્દાઓ મળ્યા છે. આ ઉપરાંત પાટીદારની છ મુખ્ય સંસ્થાઓ તરફથી પણ અલગ અલગ મુદ્દા મળ્યા છે. આ તમામ મુદ્દાઓની એક યાદી તૈયાર કરીને અમે પાટીદાર સમાજને લાભ થાય તેવી રીતે સરકારમાં રજુઆત કરીશું. આ દરમિયાન સમાજીક સમરસતા જળવાઈ રહે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે.”
‘પાટીદાર સંસ્થાઓમાં ભાજપ-કોંગ્રેસ બંને વિચારધારાના લોકો’
“પાટીદારની મુખ્ય છ સંસ્થાઓની વિચારધારાને લઈને હંમેશા સવાલ ઉઠતા આવ્યા છે. હું સ્પષ્ટ કરું છું કે તમામ સંસ્થાઓમાં ભાજપ-કોંગ્રેસ બંનેની વિચારધારા રાખનારા લોકો છે. કડવા અને લેઉવા એમ બંને સમાજની અલગ અલગ સંસ્થાઓ પણ છે. પંરતુ આ છ સંસ્થાઓ પક્ષાપક્ષી ભૂલીને સમાજહીત માટે કાર્યરત છે.”
હાર્દિક પટેલને 3 વાગ્યે ખોડલધામ-ઉમિયાધામના પ્રમુખો કરાવશે પારણા
આ અંગે પાસ કન્વીનર મનોજ પનારાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને હાર્દિકને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ અને ઉમાધામના પ્રમુખ પ્રહલાદ પટેલના હસ્તે 3 વાગ્યે પારણા કરાવવાની જાહેરાત કરી છે.
પાસના મનોજ પનારાએ પત્રકાર પરિષદ યોજીને પારણાંની જાહેરાત કરી
અમારી સમાજની સંસ્થાના પ્રતિનિધિઓ આવેલા હાર્દિકને પારણાં કરી લેવા જોઈએ તેવી વડીલોએ વાત કરી હતી
વડીલો કહ્યું હતું કે આખો સમાજ મુખ્ય સંસ્થાઓમાં ખોડલધામ અને ઉમિયાધામ અને તેની અંતર્ગત બીજા સંસ્થાઓ, સમાજના લોકો બધીની – વિનંતી લઈને હાર્દિકના પારણાં કરવા આવ્યા હતા
સમાજના મોભી, ઉદ્યોગપતિ, સમાજના આગેવાનો એકત્ર થયા અને પાંચ છ અમારી વચ્ચે આવ્યા
સમાજની માંગણી છે કે 6 સંસ્થાઓ અને પેટાસંસ્થાઓના પ્રતિનિધિ થઈ અમે આગ્રહ કરીએ છીએ કે પારણાં કરી લેવા જોઈએ
હાર્દિકે કાલે સમય આપીને જાહેરાત કરવા કહ્યું હતું
તમામે કન્વીનરો અને આંદોલનકારીઓ, યુવાનો અને સોશિયલ મીડિયાના એક્ટિવિસ્ટોનો ટેલિફોનિક સંપર્ક કરીને સમાજની વાત કરી
હાર્દિકના પારણાં સમાજની જરૂરિયાત છે
આવનાર વર્ગ વ્યક્તિને સમાજની અપેક્ષા હાર્દિક છે, ખેડૂતો ગરીબોનો અવાજ હાર્દિક છે
કિડની, હાર્ટની તકલીફ થાય અને હાર્દિક સ્વસ્થ રહે તેવો સિંહ જેવો જોઈએ છે
બધા પાસ કન્વીનરોની વચ્ચે હાર્દિક સ્વસ્થ રહેવો જોઈએ તેવી ચર્ચા થઈ
હાર્દિક પારણાં કરશે
ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને ઉમિયાધામના પ્રમુખ પ્રહલાદ પટેલના હસ્તે પારણાં કરશે
રાષ્ટ્રીય મહાનૂભવો આવ્યા તેમનો આભાર. હરીશ રાવતે કહ્યું હતું કે, રોડ અને લોકો વચ્ચે જઈને આંદોલન કરવું જોઈએ. હિટલરશાહી સરકાર સામે લડવું પડે. લોકો સરકારને પ્રશ્નો કરતાં થઈ ગયા
સરકારે પાટીદારો સાથે વાત સુદ્ધાનો પ્રયાસ નથી કર્યો, 3 વાગ્યે હાર્દિક પારણાં કરશે, પોલીસે મીડિયા અને અમારી સાથે વ્યવહાર કર્યો છે એ સરકાર દ્વારા દમન કર્યું છે, તમામ ઉપવાસીઓને પારણાં કરવા વિનંતી, જીવશું તો લડશું અને લડશું તો જીતશું
પ્રકાશ આંબેડકરે હાર્દિકના પારણાં કરવા અપીલ કરી
ડો. બાબા સાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે જણાવ્યું હતું કે, સરકાર જાણી જોઈને હોમ હવન કરાવી દેશમાં અરાજકતા, સમાજમાં વિદ્રોહ કરાવી, ઈમરજન્સી લાદી ફરી સત્તામાં આવવા માંગે છે. જ્યારથી દેશમાં આરએસએસ અને ભાજપ સરકાર સત્તા પર આવી છે ત્યારથી લોકશાહી ખતમ થઈ ગઈ છે અને હિટલરશાહી શરૂ થઈ ગઈ છે. સરકાર જ કાસ્ટ બેઝ રાજનીતિ કરીને ફરી 2019માં સત્તામાં આવવા માટે ફાંફાં મારે છે. કોંગ્રેસના MLA અને પાટીદાર અગ્રણીઓએ હાર્દિકની મુલાકાત લઈને પારણાં કરવા માટે અપીલ કરી હતી.
ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, લોકતંત્ર માટે હાર્દિકનું જીવન જરૂરી છે. ગાંધીવાદ અને સ્વતંત્રતાના મૂલ્યો માટે જે લડે છે તેના માટે હાર્દિકની જરૂરિયાત છે. હાર્દિકની માંગણીની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને ખબર છે. પાટીદાર જન આંદોલનને કચડવા માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. સરકાર ઈચ્છે છે કે હાર્દિકની કિડની અને લીવર ખરાબ થાય. ગુજરાતના દરેક સમાજ અને ધાર્મિક સંસ્થાઓ આગળ આવે અને હાર્દિકનું જીવન બચાવે
છત્તીસગઢના ધારાસભ્ય અમિત જોગી
છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રીના અજીત જોગીના પુત્ર અને હાલ છત્તીસગઢના ધારાસભ્ય અમિત જોગીએ હાર્દિકની મુલાકાત લીધી હતી અને પોતાનું સમર્થન આપ્યું હતું. સાથે જ છત્તીસગઢની જનતા તમારી સાથે છે એવું લખાણવાળું ખેડૂતની છબી હાર્દિકને મોમેન્ટોરૂપે આપી હતી