અમદાવાદમાં આ જગ્યાએ ચાલી રહ્યા હતા કોચિંગ કલાસીસ, જેને કરવામાં આવ્યા સીલ

કોરોનાના કેસો વધતા રાજ્ય સરકાર દ્વારા કડક નિયંત્રણો લગાવવામાં આવેલ છે. માત્ર આવશ્યક ચીજવસ્તુઓની દુકાન સિવાય તમામ સુવિધાઓને બંધ કરવામાં નિર્ણય લેવામાં આવ્યો છે. આ બાબતમાં અમદાવાદથી મોટા સમાચાર સામે આવ્યા છે.

અમદાવાદમાંથી શહેરમાં કોચિંગ કલાસીસને સીલ કરાયું છે. ખોખરા ખાતે આવેલ સેવા એકેડમીને સીલ કરાયું છે. પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાની તૈયારી માટે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવી રહ્યા હતા. સોલિડવેસ્ટ વિભાગ દ્વારા સીલ કરી કાર્યવાહી હાથ ધરાઈ છે. કોરોનાની ગાઈડલાઈન અને જાહેરનામાનો ભંગ કરવા બદલ એકેડમીને સીલ કરાઈ છે. ગઈ કાલે ચાંદલોડિયામાં પણ ટ્યુશન કલાસીસ પણ સીલ કરાયું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના દક્ષિણ ઝોનને માહિતી મળી હતી. આ માહિતીમાં જાણવા મળ્યું હતું કે, ખોખરા વિસ્તારમાં આવેલી સેવા એકેડમી નામની પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે કલાસીસ ચલાવવામાં આવી રહ્યા છે. ત્યાર બાદ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ ત્યાં પહોંચી હતી. તે દરમિયાન 10 થી વધુ યુવક-યુવતીઓ કલાસીસમાં અભ્યાસ કરતા જોવા મળ્યા હતા. જ્યારે કેટલાક વિદ્યાર્થી તો માસ્ક પણ પહેર્યું નહોતું. જેના કારણે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમે એકેડમીને સીલ કરવામાં આવી છે.

આ સિવાય ચાંદલોડિયાના રણછોડનગરમાં તેજસભાઈ કડિયા નામના ટ્યુશન સંચાલક દ્વારા ખાનગીમાં 15 વિદ્યાર્થીઓને બેસાડીને ક્લાસીસ ચાલુ રખાયું હતું. આ દરમિયાન અમદાવાદ કોર્પોરેશનની ઉત્તર પશ્ચિમ ઝોનની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમને જાણ થતા તે સ્થળ પર પહોંચી ગઈ હતી.

આ દરમિયાન એક બંધ દુકાનની અંદર 15 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા જોવા મળ્યા હતા. જેમાં એક પણ વિદ્યાર્થી દ્વારા માસ્ક પહેરવામાં આવ્યું નહોતું. આ કારણોસર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમે ટ્યુશન ક્લાસીસના સંચાલક વિરૂદ્ધ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરતા ક્લાસિસને સીલ કરવામાં આવ્યું હતું

Scroll to Top