પ્રશંસનીય પગલું: કલેક્ટરે પોતાની દીકરીનું એડમિશન સરકારી શાળામાં કરાવ્યું

કવર્ધા કલેક્ટર અવનીશ કુમાર શરણે પોતાની દીકરી વેદિકાનું એડમિશ સરકારી શાળામાં કરાવ્યું છે. સત્રના પહેલા દિવસે તે નગર પ્રમુખ સાથે શાળા પર પહોંચ્યા હતા. જ્યાં તેમણે સામાન્ય વાલીની જેમ દીકરીનું એડમિશન કરાવ્યું. ત્યાર બાદ તેઓ દીકરીને લઈને ક્લાસ રૂમમાં ગયા અને બીજા બાળકો સાથે બેસાડી.
કલેક્ટર અવનીશની આ પહેલનું શાળાના આચાર્યએ સ્વાગત કર્યું છે. પ્રભાત ગુપ્તાનું કહેવું છે કે કલેક્ટર સાહેબની આ પહેલીથી બીજા લોકોને પ્રેરણા મળશે. તેમણે વધુમાં કહ્યું કે આ શાળામાં અનેક જાણીતા લોકો ભણી ચૂક્યા છે. જેમાં મુખ્યમંત્રી ડો રમન સિંહ પણ આજ શાળામાં પ્રાથમિક અભ્યાસ કર્યો હતો.
સરકારી શાળાથી બાળકોનો મોહભંગ થઈ રહ્યો હોવાથી કલેક્ટર અવનીશ કુમાર શરણે પોતાની દીકરીનું એડમિશન સરકારી શાળામાં કરાવ્યું છે. કવર્ધાની આ પ્રાથમિક શાળા જિલ્લાની પહેલી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ છે. જ્યાં આ સત્રથી પહેલા ધોરણમાં અંગ્રેજી માધ્યમથી અભ્યાસ કરાવવામાં આવશે.