જવાહરલાલ નહેરૂ વિશ્વવિદ્યાલયના કોમ્પ્યુટર સંચાલક વિનોદ કુમાર ચોધરીનું કામ આંકડાઓને નોંધવાનું છે અને તે આના માટે કી-બોર્ડ પર કામ કરે છે પરંતુ સ્પીડ પ્રત્યે તેમની દિવાનગી એવી છે કે, તેમણે ટાઈપિંગમાં પણ ગિનીઝ વર્લ્ડ રોકોર્ડ બનાવ્યા છે. તેમના નામે 9 ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ છે.
41 વર્ષીય વિનોદકુમાર ચૌધરી યુનિવર્સિટીના પર્યાવરણ વિજ્ઞાન સ્કૂલમાં કમ્પ્યુટર સંચાલક છે અને તેણે તાજેતરનો રેકોર્ડ ગયા કોવિડ-19 લોકડાઉન દરમિયાન બનાવ્યો હતો. ચૌધરીએ 2014માં નાકથી સૌથી ઝડપથી ટાઇપિંગ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ સિવાય તેણે આંખો બંધ ઝડપી ટાઈપિંગ કરવાનો અને મોઢામાં લાકડી રાખીને ઝડપથી ટાઇપિંગ કરવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.
આ વ્યક્તિ પોતાના ઘરે જ દિવ્યાંગ બાળકો માટે કમ્પ્યુટર સેન્ટર ચલાવે છે. આ સિવાય તેમણે પોતાના ઘરની દિવાલો પર પોતે બનાવેલા રેકોર્ડની તસવીરો પણ લગાવે છે. તેમણે કહ્યું કે, હું હંમેશાથી જ સ્પિડનો દિવાનો રહ્યો છું અને મને સ્પીડમાં જ રસ છે. સૌ પ્રથમ વર્લ્ડ રેકોર્ડ મેં વર્ષ 2014 માં બનાવ્યો હતો. તે સમયે મેં 44.30 સેકન્ડમાં મારા નાકથી 103 અક્ષરો લખ્યા હતા.