નવી દિલ્હી: કોંગ્રેસના સિનિયર નેતા ગુરુદાસ નાનકનું આજે વહેલી સવારે હાર્ટ અટેકના કારણે નિધન થઈ ગયું છે. મળતી માહિતી મુુુજબ, તેમને હાર્ટઅટકે આવતા દિલ્હીની પ્રાઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાં જ આજે વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ગુરુદાસ કામતનું 63 વર્ષની ઉંમરે નિધન થયું છે. નોંધનીય છે કે, ગુરુદાસ કામત ગુજરાતના પૂર્વ પ્રભારી પણ રહ્યા હતા.
નોંધનીય છે કે, ગુરુદાસ કામત મનમોહન સરકારમાં મંત્રી રહ્યા હતા. તેઓ મહારાષ્ટ્રમાં કોંગ્રેસના મોટા નેતા પણ રહેલા છે. ગુરુદાસ ઘણાં સમયથી બીમાર હતા. ગુરુદાસ કામત ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના મહાસચિવ અને કોંગ્રેસ કમિટીના સભ્ય રહ્યા હતા. જ્યારે નોર્થ વેસ્ટ મુંબઈથી 2014 સુધી સાંસદ રહ્યા હતા.
કામત કોંગ્રેસના ગુજરાત, રાજસ્થાન, દાદાર-નગર હવેલી, દમણ અને દીવના પ્રભારી રહ્યા હતા. વિવાદ પછી 2017માં તેમણે દરેક પદ પરથી રાજીનામું આવી દીધું હતું. જોકે થોડા સમય પછી જ તેમણે તેમનું રાજીનામું પરત લઈ લીધું હતું.
કામતના નિધન પર કોંગ્રેસ મહાસચિવ અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતો શોક વ્યક્ત કર્યો છે. તેઓએ ટ્વિટ પર લખ્યું કે પાર્ટી માટે આ નુકસાન છે. તેઓએ લખ્યું કે સિનિયર કોંગ્રેસી નેતા ગુરુદાસ કામતના અચાનક નિધન વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. તેમના પરિવારના સભ્યો પ્રતિ મારી દીલથી સંવેદના. ભગવાન આ નુકસાનને સહન કરવાની તેમને શક્તિ આપે. તેમની આત્માને શાંતિ મળે