પ્રધાનમંત્રી મોદી દ્વારા ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી, પૂર્વ પીએમ મનમોહન સિંહ અને મણિશંકર ઐયરનની પાકિસ્તાન હાઈકમિશન સાથે બેઠક કરી હોવાના નિવેદન પર કૉંગ્રેસ ભડકી ગઈ છે. કૉંગ્રેસ નેતા આનંદ શર્માએ કહ્યું પીએમ મોદીને ચુનૌતી છે કે તેઓ આ વાત અને મુલાકાતને સાબિત કરે નહીં તો માફી માગે.
અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ પાટણ જિલ્લાની સભામાં કહ્યું હતું કે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થયેલા નેતા મણિશંકર અય્યરે પાકિસ્તાન અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને મોદની રસ્તામાં હટાવવા પ્લાન ઘડયો હતો તથા અહેમદ પટેલને ગુજરાતનાં મુખ્યમંત્રી બનાવવા તખ્તો તૈયાર કર્યો હતો. આનંદ શર્માએ વડાપ્રધાન મોદીનાં નિવેદનને અશોભનીય અને વખોડવાપાત્ર ગણાવ્યું હતું. અહેમદ પટેલે પણ નિવેદન અંગ ટવિટ કરી વડાપ્રધાનનાં નિવેદનને ટીકા કરી હતી અને વડાપ્રધાનને છાજે નહી તેવું ગણાવ્યું હતું.