સૂઈગામની ખારાશવાળી જમીનમાં રૂ.400 કરોડની મગફળી કેવી રીતે થઈ ?: ધાનાણી

ભાભર: ભાભરમાં મગફળી મુદ્દે સરકારને ઘેરવા કોંગ્રેસ દ્વારા રવિવારે ખેડૂત સભાનું આયોજન કરાયું હતું.જેમાં પરેશ ધાનાણીએ કહ્યું કે સૂઈગામની ખારાશવાળી જમીનમાં 400 કરોડની મગફળી કેવી રીતે થઈ તે પ્રશ્ન છે. ભાભરમાં પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ વિપક્ષી નેતાની હાજરીમાં યોજાયેલી ખેડૂત સભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતુંકે ગુજરાતમાં 4000 કરોડનું મગફળી કૌભાંડની મલાઈ કોણ તારવી ગઈ છે. સુઈગામની ખારાશવાળા જમીનમાં 400 કરોડની મગફળી કેવી રીતે થઈ? કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે “જેઓ એમ કહેતા હતા કે અમે દેશની તિજોરીના ચોકીદાર છીએ, પાછળથી ખબર પડી કે તેઓ કૌભાંડના ભાગીદાર નીકળ્યા.

193 ખેડૂતોની 3.71 કરોડ ની જ મગફળી ખરીદાઈ છે

કૌભાંડકારીઓ જેલમાં ન મુકાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.મુખ્યમંત્રી રાજીનામું આપે. ” ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ,પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, ડીસાના ધારાસભ્ય ગોવાભાઇ રબારીએ સરકાર ઉપર પ્રહાર કર્યા હતા.સૂઈગામ એપીએમસી દ્વારા જણાવાયું હતું કે 193 ખેડૂતોની 3.71 કરોડ ની જ મગફળી ખરીદાઈ છે. 400 કરોડની વાત પાયા વિહોણી હોઈ પરેશ ધાનાણી માફી માંગે નહીં તો અમે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરીશું

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here