પેગાસસ જાસૂસી મામલે રાજકીય માહોલ ગરમાયોઃ કોંગ્રેસે ગાંધીનગરમાં કર્યું વિરોધ પ્રદર્શન

પેગાસસ જાસૂસી મામલે રાજકીય ગરમાવો હવે સતત વધી રહ્યો છે. કોંગ્રેસે આ મામલે મોદી સરકાર સામે વિરોધ પ્રદર્શન શરુ કર્યા છે. જેના ભાગરૂપે આજે ગાંધીનગર ખાતે કોંગ્રેસના નેતાઓએ રાજ્યપાલને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા. જો કે ખુબ મોટા પ્રમાણમાં હાજર કોંગ્રેસના કાર્યકરોએ પ્લેકાર્ડ સાથે સુત્રોચ્ચાર કરતા પોલીસે અનેક કાર્યકરોની અટકાયત કરી હતી. પેગાસસ મામલે કોંગ્રેસે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીના રાજીનામાની માંગણી કરી છે.

પેગાસસ જાસૂસી મામલે આજે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન શરૂ કર્યુંછે. જેમાં ગાંધીનગર રાજભવન ખાતે કોંગ્રેસના નેતાઓ આવેદનપત્ર આપવાના હતા. પરંતુ મોટા પ્રમાણમાં ધારાસભ્યો અને કાર્યકરો એકઠા થતા  જાહેરનામાનો ભંગ થતા પોલીસે કાર્યવાહી કરતા ઘર્ષણ થયું હતુ. જેમાં જે કાર્યકરોએ આ જાસૂસી મામલે સુપ્રીમ કોર્ટમાં તપાસ કરાવવા માટે માંગણી કરતા પ્લેકાર્ડ પ્રદર્શિત કર્યા  હતા.

Scroll to Top