ગુજરાત વિધાનસભાની બીજી તબક્કાની ચૂંટણીને હવે જ્યારે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ પણ તેની તરફથી ગુજરાતમાં જીતવા માટેની તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આ માટે જ હાલ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે રવિવારે રાહુલ ગાંધીએ પ્રસિદ્ધ ડાકોર મંદિરની મુલાકાત લીધી હતી. અને ત્યાં તેમણે મંદિરમાં ધ્વજા ચઢાવી પૂજા કરી હતી. સાથે જ રાહુલ ગાંધીએ તેમના અધિકૃત ટ્વિટર પરથી ગુજરાતના પ્રથમ તબક્કાના મતદાન વખતે લોકોને તેમનો બહુમુલ્ય મત કોંગ્રેસને આપવા માટે આભાર વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે આજે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ડાકોરમાં દર્શન પછી શામળાજીમાં પણ દર્શન કરવાના છે. તે પછી દયોદર અને કલોલ ખાતે તે જનસભા યોજશે.
ઉલ્લેખનીય છે કે શનિવારે રાહુલ ગાંધીએ વડનગર ખાતે પણ જનસભા કરી હતી. જેમાં જીજ્ઞેશ મેવાણી પણ હાજર રહ્યા હતા. વધુમાં આ ડાકોર ખાતેની તેમની જનસભામાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મોદી દેશના વડાપ્રધાન છે. તેમના માટે ખરાબ શબ્દોનો ઉપયોગ કર્યા વગર પ્રેમથી મીઠા બોલ બોલીને તેમને ભગાવો અહીં.
શ્રી રાહુલ ગાંધીજી એ ડાકોરમાં ધજા ચડાવી દર્શન કર્યા #NavsarjanWithCongress pic.twitter.com/m9nNeKeadS
— Gujarat Congress (@INCGujarat) December 10, 2017