હવે આવી રહી છે સ્વદેશી કોરોના વેકસીન, આટલા સમયમાં આવી જશે વેકસીન જાણવા માટે કરો અહી ક્લિક…

સમગ્ર વિશ્વ હાલ કોરોનાની વેક્સીન બનાવા પાછળ મથ્યું છે. ત્યારે ભારતમાં પણ કોરોનાની વેક્સીન બનાવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. ખાસ કરીને ભારત બાયોટેક દ્વારા કોવાક્સીન નામની વેક્સીન પર કામ કરવામાં આવી રહ્યું છે. અને આ વેક્સીનમાં હવે નવા તત્વો ઉમેરવમાં આવશે. જેના કારણે ઈમ્યુનિટી સિસ્ટમ માનવ શરીરમાં વધારે મજબૂત બનશે.

વેક્સિનમાં અજુવંટ ઉમેરવામાં આવશે

અજુવંટ એક એવું તત્વ છે કે જેનાથી વેકિસનની ક્ષમતા વધી જાય છે. અને તેનાજ કારણે શરીરમાં એન્ટીબોડી બનતી હોય છે. સાથેજ લાંબા સમય સુધી શરીરમાં ઈમ્યુનીટી પાવર પણ વધે છે જોકે હાલ વેકિસનનો ફેસ-2 ટ્રાયલ ચાલી રહ્યો છે. અને તેનું યોગ્ય રીતે પરિક્ષણ પણ કરાવામાં આવી રહ્યું છે

બેક્ટેરીયલ ઈન્ફેકશનથી પણ બચી શકાશે

ભારત બાયોટેકના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટરે જણાવ્યું કે અંજુવટ નાખ્યા પછી કોઈને પણ આ વેકસીનની આડ અસર નહી આવે. અને બેક્ટેરિયલ ઈન્ફેકશનથી પણ બચી શકાશે

અન્ય વેક્સીન માટે પણ ટ્રાયલ યથાવત

દેશમાં કોવાક્સીન સીવાય બીજી પણ બે વેક્સીન ટ્રાયલ શરૂ છે. અને તે વેક્સીનનો ઉપયોગ જાનવર પર કરવામાં આવ્યો છે. જેમા સફળતા મળી છે. જોકે કોરોનાની વેક્સીન ભારતમાં કેટલા સમયમાં ઉપલબ્ધ થશે. તે વીશે હજુ કોઈ ચોક્કસ માહિતી સામે નથી આવી

જુલાઈ 2021 સુધીમાં વેક્સીન મળી શકશે

કેન્દ્ર સરકારનું કહેવું છે કે જુલાઈ 2021 સુધીમાં વેક્સીન તૈયાર કરી દેવામાં આવશે. અને માર્કેટમાં 40 થી 50 કરોડ વેક્સીનના ડોઝ ઉપલબ્ધ કરાવામાં આવશે. પરંતુ તે પહેલા વેક્સીનના સ્ટોરેજ માટે વ્યવસ્થા સરકારને કરવી પડશે. અને જુદા જુદા રાજ્યોમાં સૌ કોઈ સુધી વેક્સીન પહોચે તે રીતે તેના સ્ટોરેજની વ્યવસ્થા કરવી પડશે.

પરિક્ષણો કર્યા બાદ વેક્સીનને લોન્ચ કરાશે

જોકે વેક્સીન લોન્ચ કર્ય પહેલા તના પર પૂરી રીતે પરીક્ષણકરવામાં આવશે. અને જ્યારે વેક્સીન યોગ્ય રીતે અસરકારક સાબીત થશે તે પછી તેને લોન્ચ કરવામાં આવશે. જોકે મહત્વનું છે કે વેક્સીનના શરૂઆતના ડોઝ આરોગ્ય કર્મચારીઓ અને ડોક્ટરોને આપવામાં આવશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top