ક્રિકેટના મેદાન પર ગમે ત્યારે અનોખી ઘટના બનતી હોય છે. ક્યારેક રમતમાં એવું પણ જોવા મળી જાય છે જેની કોઈ કલ્પના ન નથી હોતી. આવું જ કંઈક એક કાઉન્ટી મેચમાં જોવા મળ્યું છે. જ્યાં એક ટીમ માત્ર 2 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી જેના કારણે તેને ખરાબ હારનો સામનો કરવો પડ્યો છે.
ક્રિકેટમાં આવું પ્રથમવખત જોવા મળ્યું છે કે, જ્યાં એક ટીમ માત્ર 2 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હોય. એટલું જ નહીં ટીમનો એકપણ બેટ્સમેન ખાતુ પણ ખોલાવી શક્યો નહોતો. બકડન ક્રિકેટ ક્લબ અને ફાલ્કન્સ હંટિન્ગડનશાયર વચ્ચે કાઉન્ટી લીગની એક મેચ રમાઈ રહી હતી. આ મેચમાં ફાલ્કન્સ દ્વારા પ્રથમ બેટિંગ કરતા બકડને 261 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો.
આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી બકડનની ટીમ માત્ર 2 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને 258 રનના અંતરે મેચ ગુમાવી દીધી હતી. રસપ્રદ વાત એ રહી કે, ટીમનો એકપણ બેટ્સમેન ખાતુ ખોલાવી શક્યો નહોતો. જે બે રન બન્યા તે પણ વાઇડ અને બાયથી બન્યા હતા. જો એક્સ્ટ્રા રન ન હોત તો સંપૂર્ણ ટીમ શૂન્ય પર આઉટ ગઈ હોત.
આ મેચમાં ફાલ્કન્સના એક બોલર દ્વારા છ વિકેટ લેવામાં આવી હતું. જેનું નામ અમરદીપ સિંહ હતું. અમરદીપ સિવાય હૈદર અલીએ પણ બે વિકેટ લીધી હતી. ક્રિકેટ ઈતિહાસમાં આટલી શરમજનક બેટિંગ અત્યાર સુધી જોવા મળી નથી.