ગુજરાતમાં Tauktae નો કહેર જોવા મળી રહ્યો છે. સેટેલાઇટ તસ્વીરોમાં કહેવામાં આવે છે કે આ અત્યંત ગંભીર સ્તરનું ચક્રવાતી તોફાન રહેલું છે. તેની આંખો આ સમયે ગુસ્સા સાથે ગુજરાત ઉપર નજર રાખીને બેઠી છે. જ્યારે આ ચક્રવાતની આંખો શું હશે? તે તોફાન, ઝડપી પવન અને વરસાદ સાથે શું રહેશે. કેવી રીતે તેની તીવ્રતા અને ભયાનકતા નક્કી કરવામાં આવે છે.
તો આવો જાણીયે ચક્રવાતની આંખની રસપ્રદ કહાની.
કોઇ પણ વાવાઝોડાના મધ્ય ભાગ એટલે કે કેન્દ્રને આંખ અથવા આઇ કહેવાય છે. કોઇ પણ વાવાઝોડા તોફાનની આંખની પહોળાઇ એટલે કે વ્યાસ એવરેજ તરીકે 30થી કિલોમીટર સુધીની રહેલું હોય છે. આંખની ચારે તરફ ફરતા વાદળ રહેલા હોય છે. આંખની નીચે આંખની દીવાલ રહેલી હોય છે. આ એક પ્રકારથી ઝડપથી ફરતા વાદળો હોય છે. આ ત્યારે બનતુ હોય છે જ્યારે ચક્રવાતી તોફાનનું સ્તર ગંભીર રહેલુ હોય.
ગંભીર રહેલા વાવાઝોડાની અંખી અધ્ધવચ્ચે ખાલી જોવા મળે છે. આ ખાલી જગ્યા 30 થી લઇને 65 કિલોમીટર વ્યાસ જોવા મળી શકે છે. પરંતુ તેની ચારે બાજુ ઝડપથી ફરતા વાદળ, સામાન્ય હવા, કડકડતી વિજળી અને વરસાદ રહેલો હોય છે. સામાન્ય સ્તરના વાવાઝોડામાં આંખ બને તો છે પરંતુ તે ગંભીર ચક્રવાતની આંખની દીવાલ બનાવી શકતું નથી. તેના ઉપર એક વાદળનું કવર ચડેલું જોવા મળે છે.
કોઇ પણ પ્રકારના તોફાનની આંખ તે સાઇક્લોનનું જિયોમેટ્રિક સેન્ટર કહેવાય છે. આ બે પ્રકારના રહેલા હોય છે. ક્લિયર આઇ એટલે સ્પષ્ટ આંખ જેમાં એક ગોલો સ્પષ્ટ રીતે ચક્રવાત વચ્ચે જોવા મળે છે. બીજો ફિલ્ડ આઇ એટલે તેમાં આંખ તો બને છે પરંતુ તેની અંદર સામાન્ય અથવા મધ્યમ સ્તરના તોફાની વાદળ ફસાયેલા નજરે પડે છે. આ કારણોસર જ્યા પણ ચક્રવાતી તોફાનની આંખ રહેલી હોય છે, ત્યા ઝડપી પવન જોવા મળે છે પરંતુ વરસાદ ઓછો જોવા મળે છે.
ખાસ કરીને કોઇ પણ વાવાઝોડાના આંખની તસ્વીર સેટેલાઇટ અથવા આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાંથી લેવાતી હોય છે. કેમકે કોઇ ટેકનિક અથવા માણસ વાવાઝોડાના તોફાન વચ્ચે જવાની હિમ્મત કરતો નથી. તેની માટે ખાસ કરીને હરિકેન હંટર્સ નામનું વિમાન ચક્રવાત ઉપર મોકલવામાં આવતું હોય છે. જેનાથી તે ત્યાથી તેની આંખ અને તીવ્રતાને જાણી શકે છે. કોઇ પણ વાવાઝોડાની આંખથી જ તેની તીવ્રતા વિશે જાણી શકાય છે.
જેટલી મોટી અને ઉંડી આંખ રહેલી હોય છે તેટલુ જ ભયાનક તોફાન રહેલું હોય છે. પરંતુ તમે આ જાણીને આશ્ચર્યચકિત થઇ જશો કે ચક્રવાતી તોફાનનો સૌથી શાંત અને નુકસાન ના પહોચાડનારો વિસ્તાર તેની આંખ જ રહેલી હોય છે. કારણ કે ત્યા ના તો વરસાદ પડતો હોય છે અને ના તો વિજળી કડકતી હોય છે. જ્યારે ક્યારેક આંખો વચ્ચે ઝડપી હવાની સ્થિતિ બનતી જોવા મળે છે. કારણ કે આજુબાજુ ઝડપથી ફરતા વાદળ હવાને પહેલા ખેંચી લેતા હોય છે.