શરદી, ઉધરસ અને કફમાં અકસીર છે ‘દાદીમાંના આ નુસખા’ વાંચો ક્લિક કરી ને

અત્યારની ઋતુ એવી છે કે મોટાભાગના લોકોને શરદી,કફ અને ખાંસી થયેલી હોય છે અને એમાં પણ આવશે તહેવારોના દિવસો તેમાં પાછું તળેલું ખાવાનું વધી જશે. તળેલું ખાવાથી શરદી અને ઉધરસ વધારે વકરે છે. તો આજે આપણે આ વ્યાધિમાંથી મુક્તિ અપાવતા કેટલાક દાદીમાંના નુસ્ખા જોઈએ.

  1. આદુના રસમાં મધ મેળવી પીવાથી ઉધરસમાં ફાયદો થાય છે.

2. આદુનો રસ, લીંબુનો રસ અને મધ સરખે ભાગે લઈ પીપર નાખી દીવસમાં બે-ત્રણ વાર પીવાથી ઉધરસ મટે છે.

3. આદુનો રસ, લીંબુનો રસ અને સીંધવ એકત્ર કરી ભોજનની શરુઆતમાં લેવાથી ઉધરસ મટે છે.

4. લવીંગને મોંમા રાખી રસ ચુસવાથી કંટાળાજનક ખાંસી મટે છે.

5. લવીંગ દીવા પર શેકી મોંમાં રાખવાથી ખાંસી, શરદી, અને ગળાનો સોજો મટે છે.

6. અજમો થોડો ગરમ કરી, પાતળા કપડામાં પોટલી બનાવી થોડી થોડી વાર સુંઘવાથી શરદી ઓછી થાય છે અને છીંક પણ ઓછી થાય છે.

7. થોડા નવશેકા પાણીમાં લીંબુનો રસ મેળવીને દર બે-ત્રણ કલાકના અંતરે નિયમિત પીવાથી શરદીમાં રાહત રહે છે.

9. નવશેકું પાણી પણ તમે દિવસમાં 2 થી 3 વાર પીશો તો તમને શરદીમાં ફાયદો થશે.

8. શરદી કફમાં તમે નાસ લેશો તો પણ તમને ઘણો ફાયદો થશે. નાસ લેવા માટે તમારે પાણીને ગરમ કરવું અને તેમાં અજમો, નીલગીરી, વિક્સ કે કપૂર પણ તેમાં ઉમેરશો તો ફાયદો થશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top