કેટલાક લોકો વૃદ્ધ હોવા છતા પણ ગજબ ફીટ અને એક્ટિવ હોય છે. તેમની એનર્જી જોઈને કેટલીય વાર જવાન લોકો પણ શરમાઈ જાય છે. સોશિયલ મીડિયા પર એક દાદીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં તે પોતાના પૌત્ર સાથે ધમાકેદાર ડાન્સ કરી રહી છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર દાદી-દિકરીનું બોન્ડિંગ દર્શાવનારા કેટલાય અકાઉન્ટ્સ ઉપસ્થિત છે. અંકિત જાંગીડ નામના એક કન્ટેન્ટ ક્રીએટરી પોતાની દાદી સાથે ડાન્સનો વિડીયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વિડીયોમાં દાદીની એનર્જી ખરેખર જોવા લાયક છે. 89 વર્ષના દાદીમાં બાદશાહના ગીત પર પોતાના ગજબના ડાન્સ મૂવ્સ બતાવી રહ્યા છે.
ડાન્સની શરૂઆતમાં દાદી બાદશાહના ગીત પર થનારા ડાન્સ મૂવ્સને કોપી કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ બાદમાં તે પોતાના જ મૂવ્સ પર ડાન્સ કરવા લાગે છે. આ વિડીયોને અત્યારસુધીમાં કુલ 40 લાખથી વધારે યુઝર્સે જોયો છે. લોકો આ વિડીયો પર કમેન્ટ કરીને દાદીના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.