દરેક છોકરી એકવાર જરૂર વાંચે અને શેયર કરો

BF: તારો ફોન કેમ બિઝી આવતો હતો…?
GF: અરે મારી ફ્રેન્ડ જોડે વાત ચાલતી હતી..
BF:ક્યાં ફ્રેન્ડ જોડે વાત કરતી હતી…?
GF:અરે છોકરી હતી
BF:મેં તને જીન્સ પહેરવા ની ના પાડી છે ને..?
GF:અરે સોરી હવે નૈ પહેરું બસ.. તું આમ નારાજ ના થઈશ.

BF:અને મેં તને પહેલા પણ કીધું હતું કે તું વ્હોટસઅપ માં તારું ડીપી નાં રાખ.

GF:સોરી હવે નૈ રાખું.

BF:શું હવે નૈ રાખું.? મેં એક વાર કીધું એ તારે કરવા નું સમજી ગઈ..?

GF:અરે ફોટો સારો હતો તો ડીપી માં મુક્યો. તને ના ગમ્યું તો હવે નૈ મુકું બસ..તું નારાજ ના થઈશ..

BF:તે તારો ફોટો મુક્યો જ કેમ ??

GF: સોરી સોરી સોરી

BF:અને આ તારા ફેસબુક માં ક્યાં છોકરા ની કોમેન્ટ આવે છે..?

GF:અરે એ મારો ફ્રેન્ડ છે..

BF:કેટલા ફ્રેન્ડ છે તારા.?

GF:અરે આવું કેમ બોલે છે

BF:અને તું એની કોમેન્ટ ને લાઇક કેમ કરે છે..? એની કોમેન્ટ ને રિપલ્ય કેમ આપે છે..? અને તું એની જોડે મેસેજ થી વાત પણ કરે છે ને..?

GF: અરે મારી સ્કૂલ ટાઈમ નો ફ્રેન્ડ છે તો ખાલી હાઈ હેલ્લો થયું હતું બસ.જો તને ના ગમ્યું તો હવે પછી કોઈ દિવસ વાત નૈ કરું.પ્લીઝ તું નારાજ ના થઈશ..

BF:તું ક્યારેય નૈ સુધરે નાલાયક તારે જેમ કરવું હોય તેમ કર મારે શું. તને જ છોકરાઓ જોડે વાતો કરવા માં મજા આવે છે.. લોકો ને તારા ફોટા બતાવવા માં મજા આવે છે..

(આવા તો કેટલાય ઘાવ હોય છે સ્વાભિમાન પર પ્રેમ ની મજબૂરી માં) (સોરી પ્રેમ નૈ પણ પ્રેમ નામ ના આડંબર માં)
છોકરો છોકરી ને ના બોલવા નું બોલી ને ફોન મૂકી દે..

છોકરી જ્યાં બેસી ને વાત કરતી હોય ત્યાં જ બેઠી બેઠી રડે જાય.. તે છતાં પણ એ એજ વિચારતી હોય કે આને કઈ રીતે મનાવું.. એ ખુદ ને જ કોસતી હોય છે.. કેમ કે એ આકંઠ પ્રેમ માં હોય છે એટલે આ બધું સહી જતી હોય છે..

અહિયાં પણ એવી કેટલીય છોકરીઓ હશે.. જેમ ને આવા શબ્દો સાંભળ્યા હશે.. એવી છોકરીઓ ને મારે બસ એટલું જ કહેવું છે કે.. એ નશીબદાર છે જે તમને ધમકાવી ને છોડી ને જાય છે.. એમને જવા જ દો.

એમને મનાવવા ની કોઈ જરૂરત નથી.. એ આજે નહિ તો કાલે તમને છોડી જ દેવા ના છે..

કેમ કે જે તમારું માન સમ્માન ના જાળવી શકે એ શું ધૂળ તમને પ્રેમ કરી શકે.. જે તમારી સાથે જાનવરો થી પણ ખરાબ વ્યવહાર કરતો હોય એ શું પ્રેમ કરી શકવા નો..

એ તમારી ઈજ્જત નથી કરતો તો એ શું તમારા સપના ની તમારા માતા-પિતા ની ઈજ્જત કરવા નો..

આવા લોકો માત્ર એની કુંઠિત માનસિકતા જ તમારા ઉપર થોપી શકે છે.. તમને ગુલામ બનાવવા ના જ વિચાર કરી શકે છે.. તમને પ્રતાડિત કરવા ના જ વિચાર કરી શકે છે..

એટલે આવા માનશીક કુપોષણ વાળા લોકો થી જેટલુ બને એટલું ઝડપી જુદું થઇ જવું જોઈએ. અહિયાં 1% પણ પ્રેમ હોતો નથી… અને જો તમે જોડાયેલા રહેશો તો અપમાન, ગાળો, સિવાય કશું જ મળવા નું નથી…!!

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here