રોડ અકસ્માતનો શિકાર થયેલી 14 વર્ષની અંજલિ તલરેજાએ અંગદાનની એક નવી મિસાલ કાયમ કરી છે. ડોક્ટરોએ અંજલિને બ્રેઇનડેડ જાહેર કરી દીધી હતી. ત્યારબાદ માતા-પિતાએ એક સાહસિક નિર્ણય લઇને તેના લીવર અને બે કિડનીઓનું દાન આપવાની ઇચ્છા દર્શાવી.
શહેરમાં 34 વખત થઇ ચૂક્યું છે અંગદાન
– રવિવારે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો અને ત્રણ દર્દીઓને લીવર અને કિડનીઓ લગાવવામાં આવ્યા. શહેરમાં 34મી વખત આવો ગ્રીન કોરિડોર બન્યો હતો. શક્યતઃ આ બીજો મામલો છે, જ્યારે નાની ઉંમરમાં કોઇના અંગો દાન કરવામાં આવ્યા હોય.
– બાળકીના માતા-પિતાએ એક સાહસિક નિર્ણય લઇને અંગદાનની ઇચ્છા દર્શાવી. લીવર તેમજ બંને કિડનીઓ ઇંદોરની જ હોસ્પિટલના બે દર્દીઓમાં પ્રત્યાર્પિત કરવામાં આવી. આ મળીને શહેરમાં કુલ 34 વખત કેડેબર ઓર્ગન ડોનેશન થઇ ચૂક્યું છે.
એક રોડ અકસ્માતમાં થઇ હતી અંજલિ ઘાયલ
– અંજલિ તલરેજા એક રોડ અકસ્માતમાં ઘાયલ થઇ ગઇ હતી. પરિવારજનોએ તેને ઇંદોરની શેલ્બી હોસ્પિટલમાં દાખલ કરી. અહીંયા ડોક્ટરોએ બાળકીને બ્રેઇનડેડ જાહેર કરી. ત્યારબાદ શેલ્બી હોસ્પિટલમાં બે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા.
– પહેલો કોરિડોર લીવર માટે સીએચએલ હોસ્પિટલ સુધી અને બીજો કિડની માટે ચોઇથરામ હોસ્પિટલ સુધી બનાવવામાં આવ્યો. એક કિડની શેલ્બી હોસ્પિટલમાં જ પ્રત્યારોપિત (ટ્રાન્સફર) કરવામાં આવી. આ કિડની એક હાર્ટપેશન્ટને ટ્રાન્સફર કરવામાં આવી છે.
હાર્ટ પણ ડોનેટ કરવા માંગતા હતા પરંતુ તે અનુકૂળ ન હતું
– ઇંદોર સોસાયટી ફોર ઓર્ગન ડોનેશનના ડૉ. સંજય દીક્ષિતે જણાવ્યું કે દર્દીનું હૃદય હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન સર્જરી માટે અનુકૂળ ન હતું, એટલે તે લઇ શકાયું નહીં. લીવર અને કિડનીઓ રોસ્ટર પ્રમાણે, ત્રણ દર્દીઓને શહેરની જ હોસ્પિટલ્સમાં ટ્રાન્સફર કરવામાં આવી.
– મુસ્કાન ગ્રુપના જીતુ બગાનીએ જણાવ્યું કે અમને શેલ્બી હોસ્પિટલથી સૂચના મળી કે બ્રેઇનડેડ દર્દી છે. ત્યાંના ટ્રાન્સપ્લાન્ટ કો-ઓર્ડિનેટરના સહયોગથી અમે પરિવાર સાથે વાત કરી. તેઓ માની ગયા.
– ઇંદોર સોસાયટી ફોર ઓર્ગન ડોનેશનના સહયોગછી ઓક્ટોબર 2015થી અંગદાન અભિયાન શરૂ થયું હતું