“કરીના કપૂર” જેવી “સાવકી” માતા લાવવા, આ દિકરીએ પપ્પા પાસે કરી જીદ: જૂઓ ફની વિડીયો

બાળકો જ્યારે પોતાના પેરેન્ટ્સથી પરેશાન થઈ જાય છે ત્યારે તે લોકો ગુસ્સામાં કંઈપણ કહેવા લાગે છે. આટલું જ નહી પરંતુ કેટલીકવાર તો નવા પપ્પા-મમ્મીની પણ ડિમાન્ડ કરવા લાગે છે. જી હાં, સોશિયલ મીડિયા પર આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

આ વિડીયોમાં એક બાળકી પોતાના પપ્પાને એક નવી મમ્મી લાવી આપવા માટે જીદ કરી રહી છે. મમ્મીથી ગુસ્સે થઈને આ દિકરી નવી માતા લાવવા માટે જીદ કરી રહી છે. આવા સમયે તેના પપ્પા તેને સમજાવવાનો પ્રયત્ન કરવા લાગે છે અને કહે છે કે, બેટા સાવકી માતા ન લવાય.

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉથી આ વિડીયો યુ-ટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.. આશરે 3-4 વર્ષની દિકરી પોતાના પપ્પાને સાવકી માતા લાવવા માટે જીદ કરી રહી છે.

તેનું કહેવું છે કે, મારી મમ્મી સારી નથી, મને સાવકી માતા જોઈએ છે. તેના પપ્પાએ તેને પૂછ્યું કે બેટા તારે કેવી સાવકી માતા જોઈએ છીએ? તો દિકરી એ કહ્યું કે, મારે કરીના કપૂર જેવી સાવકી માતા જોઈએ છે.

જો કે, આ બાળકીના પિતાએ તેને સાવકી માતા ન લાવવા માટે સમજાવી. આ વિડીયો અત્યારે ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. બાળકીના ક્યૂટ એક્સપ્રેશન અને સાવકી માતા માટે વારંવાર ડિમાન્ડ કરતી આ દિકરી ખૂબ જ ક્યુટ લાગી રહી છે. આટલું જ નહી પરંતુ કેટલીક વાર તો પપ્પાની વાત સાંભળીને આ દિકરી રડવા પણ લાગી.

Scroll to Top