ભારતની સાથે દુનિયા માટે પણ ચિંતાનું કારણ બન્યો ડેલ્ટા વેરિઅન્ટ, જાણો કયા-કયા દેશમાં તેનું જોર વધ્યું

ભારતમાં છેલ્લા બે મહિનાથી તહલકો મચાવનાર કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ (Delta Variant) હવે સમગ્ર દુનિયામાં વર્ચસ્વ બનાવતો જોવા મળી રહ્યો છે. આ વેરિઅન્ટ ખૂબ જ ઝડપથી ફેલાતો જોવા મળી રહ્યો છે. આ વાયરસ ગત વર્ષના છેલ્લા મહિનાઓમાં ભારતમાં જોવા મળ્યો હતો. દેશમાં કોરોનાની બીજી લહેર માટે પણ આ ડેલ્ટા વેરિઅન્ટ જવાબદાર રહ્યો હતો. હવે યુકેમાં અચાનક કેસ વધવા પાછળ પણ આ જ વેરિઅન્ટને જવાબદાર માનવામાં આવી રહ્યો છે.

આ બાબતમાં યૂરોપીયન સેન્ટર ફૉર ડિસીઝ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ (ECDC) તરફથી જણાવવામાં આવ્યું છે કે, નવો ડેલ્ટા વેરિઅન્ટ ખૂબ જ ભયાનક છે. અમારો અંદાજ છે કે તે ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં યુરોપમાં 90 ટકા કેસ આ વેરિઅન્ટ સંબંધિત આવી શકે છે. જ્યારે એજન્સીનો દાવો છે કે, ડેલ્ટા વેરિઅન્ટ તેના પહેલાના આલ્ફા વેરિઅન્ટથી 40-60 ગણો વધારે ઝડપથી ચેપ ફેલાવે છે.

એવી પણ ચેતવણી અપાઈ રહી છે કે, કોરોનાના વધી રહેલા કેસની સાથે હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ છે. જ્યારે ફરી એક વખત સ્વાસ્થ્ય વ્યવસ્થાની જવાબદારી વધી શકે છે. તેની સાથે જ આ વેરિઅન્ટના પ્રભાવને કારણે મોતના આંકડાઓમાં પણ વધારો થઈ શકે છે.

જ્યારે છેલ્લા અઠવાડિયામાં બ્રિટનમાં કોરોનાના નવા કેસની સંખ્યા 35 હજારથી વધારે સામે આવી હતી. રાજ્યોમાં લાંબા સમય બાદ ઓનલોકની પ્રક્રિયા શરૂ કરાઈ હતી તેમ છતાં હવે ફરીથી કેસ વધતા લોકોમાં ભય ફેલાઈ ગયો છે. જેના કારણે રસીકરણની ઝડપ વધારવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડના જણાવ્યા અનુસાર, દેશમાં કુલ કેસમાં 96 ટકા કેસ ડેલ્ટા વેરિઅન્ટ જોવા મળ્યા છે.

આ સિવાય જર્મનીમાં ડેલ્ટા વેરિઅન્ટને કારણે કોરોનાના કેસની સંખ્યા બમણી થઈ છે. જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલે ડેલ્ટા વેરિઅન્ટની સંક્રામકતાને જોતા યૂરોપને સતર્ક રહેવાની ચેતવણી આપવામાં આવી છે. રશિયા પણ ડેલ્ટા વેરિઅન્ટને કારણે હેરાન છે. ગુરુવારના રશિયામાં 20 હજારથી વધુ કેસ નોંધાયા હતા.

તેની સાથે ઇઝરાયેલ અને ઓસ્ટ્રેલિયામાં પણ ડેલ્ટા વેરિઅન્ટને કારણે કેસમાં વધારો થઈ રહ્યો છે. આ દેશોએ કોરોના પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. તેમ છતાં હવે આ દેશોમાં ફરીથી પ્રતિબંધો લગાવવામાં આવી છે. સિડનીમાં ફરીથી લોકડાઉન જાહેર કરાયું છે. ઇઝરાયેલમાં માસ્કને લઈને નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Scroll to Top