અત્યારે ન માત્ર ગરમી પરંતુ બફારાએ પણ લોકોની હાલત ખરાબ કરી નાંખી છે. જ્યારે વરસાદ થાય છે ત્યારે થોડા સમય માટે ઠંડક મળે છે પરંતુ બાદમાં તડકો નિકળતા ગરમીથી લોકોની હાલત ખરાબ થઈ જાય છે. આ જ કારણે ઓફિસ અને ઘરોમાં 24 કલાક એસી ચાલુ રાખવા પડતા હોય છે કે જેથી ગરમીથી થોડી રાહત મળી શકે. જો કે, કેટલીક વાર કેટલાક ઘરોની બનાવટ અને ડિઝાઈન તેમજ ઈન્ટીરીયર એવું હોય છે કે, એસીની હવા લેવી મુશ્કેલ થઈ જાય છે.
જી હા, કેટલાક ઘરોમાં એસી ડ્રોઈંગ રૂમમાં લાગેલા હોય છે અને માસ્ટર બેડરૂમ ક્યાંક અલગ જગ્યાએ હોય છે અને આના કારણે એસીની હવા લેવામાં મુશ્કેલીઓ થતી હોય છે. આ સમસ્યાઓને પહોંચી વળવા માટે લોકો કેટલીયવાર દેશી જુગાડ લગાવતા હોય છે. આવો જ એક વિડીયો અત્યારે વાયરલ થયો છે. જ્યારે ડ્રોઈંગરૂમથી બેડ રૂમ સુધી હવા લાવવા માટે એક વ્યક્તિએ તો કંઈક અલગ જ કરી નાંખ્યું.
જી હાં, શખ્સે સ્પ્લિટ એસીની હવાને બેડરૂમ સુધી લાવવા માટે લાંબી ટ્રાન્સપરન્ટ પોલીથીનનો યુઝ કર્યો. મોટી પોલીથીનને પહેલા એસીની હવા નિકળનારા ભાગમાં લગાવવામાં આવી અને તેને સીધી જ પોતાના બેડ સુધી લાવવામાં આવી. બેડ પર તેજ ગતીથી એસીની હવા આવી રહી હતી. વિડીયો જોયા બાદ તમે પણ અચંબિત થઈ જશો. એસીની હવા માટે આવો જુગાડ એ ખરેખર ચોંકાવનારો છે.