ગુસ્સામાં મોટાભાગે લોકો પોતાનું ભાન ભૂલી બેસે છે અને પછી એવી હરકત કરવા લાગે છે કે જે ક્યારેય આપણે એક્સપેક્ટ ન કરી હોય. દિયર અને ભાભીનો સંબંધ ખૂબ જ મજાકીયો અને દોસ્તી ભર્યો હોય છે. કેટલીક વાર લોકો આ સંબંધને મા-દિકરા અને ભાઈ બહેન જેવો માને છે. જો કે, દિયર-ભાભીમાં મસ્તી પણ જોવા મળે છે. પરંતુ એક એવો વિડીયો સામે આવ્યો છે કે જેમાં દિયર પોતાની ભાભીને અચાનક મારવાનું શરૂ કરી દે છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે લગ્ન બાદ દુલ્હન પોતાની સાસરીમાં પહોંચે છે. આ દરમિયાન એક રસમ અદા કરવામાં આવે છે કે જેમાં દિયર ભાભી પોતાના ઘરની બહાર એક બીજાને સામાન્ય રીતે મારે છે. આ મજાક વાળો રીવાજ છે પરંતુ અચાનક જ દિયરનું મગજ ખસકે છે અને ડંડાથી તે પોતાની ભાભીને જોર-જોરથી મારવા લાગે છે.
પહેલા તો લોકોને આ મજાક લાગે છે પરંતુ જ્યારે બીજીવાર ગુસ્સામાં ડંડાથી મારવા લાગે છે ત્યારે ત્યાં ઉભેલા લોકો હેરાન રહી જાય છે. શખ્સને રોકવા માટે તેનો ભાઈ પણ વચ્ચે બચાવ કરવા આવે છે અને પછી થપ્પડ પર થપ્પડ મારવા લાગે છે. આ દરમીયાન ભાભી ચુપચાર ઉભી રહે છે. આ વિડીયોને અત્યારસુધીમાં 18 લાખથી વધારે લોકોએ જોયો છે.