મહેન્દ્ર સિંહ ધોની જ્યારથી ભારતીય ક્રિકેટ ટીમમાં આવ્યો છે ત્યારથી લઈને અત્યાર સુધી તેનું પર્ફોમન્સ જોરદાર રહ્યું છે, હાલ તે આઈઆપીએલમાં ચેન્નઈ સુપરકિગ્સમાં જોવા મળશે ચેન્નઈ સુપરકિંગ્સે તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર મહેન્દ્ર સિંહ ધોનીનો વીડિયો શેર કર્યો છે. જે વીડિયોમાં તે પ્રેકટીસ કરતો નજરે પડી રહ્યો છે, અને તેને પ્રેકટીસ કરતો જોઈને બધા હેરાન રહી ગયા છે.
ઈન્સ્ટાગ્રામ પર જે વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે તેમા મહેન્દ્રસિંહ ધોની ઉચીને ઉચી સિક્સરો મારતો દેખાઈ રહ્યો છે, છેલ્લા કેટલાક દિવસોથી તે આઈપીએલને લઈને તૈયારી કરી રહ્યો છે અને વીડિયોમાં અન્ય ખેલાડીઓ પણ તેની સાથે રમતા દેખાઈ રહ્યા છે.
ગયા વર્ષે ચેન્નઈની ટીમ સારું પ્રદસ્ન નહોતી કરી શકી પરંતુ તેમ છતા ધોનીએ 14 મેચોમાં કુલ 200 જેટલા રન બનાવ્યા હબૃતા. પરંતુ તેણે એકપણ સદી નહોતી મારી અને ગત વર્ષે પહેલી વાર એં બન્યું હતું કે આઈપીએલના ઈતહાસમાં ચેન્નઈની ટીમ 7માં નંબરે રહી હતી, જેના કારણે તે પ્લેઓફમાં પણ નહોતી પહોચી શકી. જેથી ચેન્નઈના ફેન્સ ઘણા નીરાશ થયા હતા.
View this post on Instagram
પરંતુ આ વર્ષે ચેન્નઈની ટીમ બધું ભૂલીને ટ્રોફી જીતવાના પૂરા પ્રયાસ કરી રહી છે. ધોનીએ ગયા વર્ષે ઓગ્સટમાં રાજીનામું આફી દીધું હતું, અને તે વર્લ્ડ કપ પછી એક પણ મેચમાં જોવા નહોતો મળ્યો જેના કારણે તે આઈપીએલની સીઝનમાં પોતાના પર્ફોર્મન્સ પર વધારે ધ્યાન આપી રહ્યો છે. વીડિયો જોઈ શકાય છે. કે ધોની કેવી રીતે સીક્સરો મારી રહ્યો છે.
અત્યાર સુધીમાં ધોનીએ આઈપીએલની અંદર204 જેટલી મેચ રમી છે. જેમા તેણે 4632 જેટલા રન બનાવ્યા છે. જેથી એવું કહી શકાય કે આ સીઝનમાં તે પાંચ હજાર રન પૂરા કરી શકે છે. સાથેજ તે ચન્નઈની ટીમને ટ્રોફી જીતાડી શકે છે. ગયા વર્ષે આઈપીએલમાં સુરેશ રૈના પણ બહાર રહ્યા હતા, પરંતુ આ વર્ષે ફરીથી તેણે કમબેક કર્યું છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે રૈનાને કારણેચ ચેન્નઈની ટીમ વધારે મજબૂત થઈ છે, સાથેજ આ વર્ષે ટીમમાં બોલરો પણ ઘણા સારા છે, અને 10 એપ્રીલે જે મેચ આઈપીએલની થવાની છે જેમા દિલ્હી અને ચેન્નઈની ટીમ આમને સામને ટકરાશે, પરંતુ તે પહેલા મુંબઈ ઈંન્ડિયન્સ અને રોયલ ચેલેન્જની મેચ 9 એપ્રીલે થવાની છે જેથી એકદંરે આઈપીએલને લઈને લોકોમાં હાલ આનંદનો માહોલ છે.