બીચ પર દિશા પટનીનો કૂલ લુક જોઈને ફેન્સ મૂંઝાયા, કહ્યું- શું ઉનાળો આવી ગયો?

દિશા પટની એક એવી બોલીવુડ અભિનેત્રી છે જે તેની એક્ટિંગની સાથે સાથે તેની ફિટનેસ અને ડ્રેસિંગ સેન્સ માટે પણ જાણીતી છે. તેને ફોલો કરનારા લોકોની સંખ્યા કરોડોમાં છે. હાલમાં, દિશાએ તેની લેટેસ્ટ પોસ્ટથી ચાહકોને દિવાના બનાવી દીધા છે. બીચ પર બેઠેલી દિશાની આ સ્ટાઈલ જોઈને સેલેબ્સ પણ પોતાની જાતને કોમેન્ટ કરવાથી રોકી શક્યા નથી. ટુ પીસમાં દિશાનો આ લુક ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.

ઇન્ટરનેટ વાયરલ દિશાની તસ્વીર
દિશા પટનીએ તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ખૂબ જ ગ્લેમરસ તસવીર શેર કરી છે. આ તસવીરમાં જોઈ શકાય છે કે દિશા બીચ પર સ્વિમવેરમાં બેઠી છે. તસવીર પર ફેન્સની કોમેન્ટ આવી રહી છે. એક યુઝરે કોમેન્ટ કરીને સુપર સે ઉપર દિશા કહ્યું, જ્યારે બીજા યુઝરે કોમેન્ટ કરીને પૂછ્યું કે શું ઉનાળો આવી ગયો છે.

દિશા પટનીના વર્કફ્રન્ટની વાત કરીએ તો દિશાએ સ્પોર્ટ્સ ફિલ્મ બાયોપિક ‘એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’થી પોતાની ઓળખ બનાવી છે. દિશાએ ફિલ્મ ‘લોફર’થી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. હવે તે ‘એક વિલન રિટર્ન્સ’ અને ‘કેટીના’માં જોવા મળશે.

હાલમાં જ દિશા પટનીની ફિલ્મ ‘રાધે’ રીલિઝ થઈ હતી જેમાં તે સલમાન ખાન સાથે લીડ રોલમાં હતી. આ ફિલ્મમાં દિશા પટનીને પસંદ કરવામાં આવી હતી. દિશા પટણી ટાઈગર શ્રોફ સાથેની મિત્રતા માટે પણ જાણીતી છે.

 

Scroll to Top