ગુજરાત કોંગ્રેસ માં ભયાનક ગાબડું પડે તેવા એંધાણ મળી રહ્યાં છે. પેટાચૂંટણી દ્વારા મળતી માહિતી આ ગાબડું પાળવાની શક્યતા દર્શાવી રહી છે. કોંગ્રેસ ના ઘણાં ધારાસભ્ય આવાત ની સાક્ષી પુરાવે છે. આ ધારાસભ્ય ની હરકતો દર્શાવી રહી છે કે તેઓ પાર્ટી ને તલાક આપવા માંગે છે.
ગુજરાત વિધાનસભાની છ બેઠકો માટેની પેટાચૂંટણી થઈ ગયા બાદ દિવાળીના અરસામાં કોગ્રેસમાં દારૂખાનું ફૂટી શકે છે અને આ પ્રયાસો ભારતીય જનતા પાર્ટીએ નિશ્ચિત કરી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ ધારાસભ્ય ચોરી છુપી મુખ્યમંત્રી ને મળ્યાં.
કોંગ્રેસ ના દિગ્ગજ નેતાઓ જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયા સાથે મળીને મુખ્યમંત્રી ને મળ્યા હોવાનું બહાર આવ્યું છે. ધંધુકાના ધારાસભ્ય રાજેશ ગોહેલ પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મોડી રાત્ર મળ્યા હોવાની વાત બહાર આવી રહી છે.
રાજેશ ગોહેલની સાથે ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણા પણ મુખ્યમંત્રીને મળવા ગયા હોવાની વાતો વાયુ વેગ થી ફેલાઈ રહી છે. જો કે આનો કોઈ ચોક્કસ પુરાવો બહાર આવ્યો નથી.
વધુ માં એવું પણ જાણવા મળી રહ્યું છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઘરે ગઈકાલે મોડી રાત્રે આ ખાનગી બેઠક કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સાથે જ કુંવરજી બાવળીયાનો ઉપયોગ કરીને સૌરાષ્ટ્રના કોન્ગ્રેસી નેતા લલિત વસોયા જેઓ ધોરાજી નામથી ઓળખાય છે. તથા લલિત કગથરા જે ટંકારા તરીકે ઓળખાઈ છે.
પાટણના કિરીટ પટેલ અને સાવરકુંડલાના પ્રતાપ દૂધાતના નામ પણ બોલાઈર હ્યા છે. આ ખાનગી બેઠક માં કોંગ્રેસ ધારાસભ્યો કોંગ્રેસ ને તલાક આપે તેવી બાતમી સામે આવી છે. ભાજપ ના ખાસ વ્યક્તિ ને સોંપાયું છે આ કામ.
આ કામ માટે ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાના માધ્યમથી આ બધાં પાસા ફેકવામાં આવી રહ્યા છે. વિજય રૂપાણી ઉઝબેકિસ્તાનનો પ્રવાસ પૂરો કરીન ગુજરાત પાછા ફરે ત્યારબાદ આ મોરચે ગતિવિધિઓ વધવાની ધારણા છે. આમ દિવાળી પછી કોન્ગ્રેસમાં મોટો ભૂકંપ સર્જવાની ભાજપ તૈયારી કરી રહ્યુ હોવાનું જાણકારોનું કહેવું છે.
પાટણ માટે એક અલગ પ્રકારનો માસ્ટર પ્લાન બનાવ્યો હોવાનું બહાર આવ્યું છે. પાટણના કિરીટ પટેલને મનાવી લેવાની જવાબદારી ઊંઝાના ડૉ. આશા પટેલને સોંપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ભાજપ કોન્ગ્રેસનું અસ્તિત્વ જ મિટાવી દેવા મક્કમ હોવાથી કોન્ગ્રેસના ગુજરાત અને અમદાવાદના કેટલાક મોટા માથાઓએ પણ ગુજરાત વિધાનસભા ના નેતાના હોદ્દા માટે પોતાનો દાવો રજૂ કર્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. દિવાળી ના અંતે આ ગાબડું પડવાની શક્યતા દેખાઈ રહી છે.
એવું કેહવાઈ છે કે દિવાળી અંતે આ માસ્ટર પ્લાન ને સફળતા મળી શકે છે. ભાજપ નું કહેવું છે કે ગુજરાતના રાજકારણમાં ફૂટશે બોમ્બ. તેમને વિપક્ષના નેતાનો હોદ્દો ન આપવામાં આવે તોભાજપ સાથે ભળી જઈને કેબિનેટ મંત્રીનો હોદ્દો મેળવી લેવાની ધમકી પણ પક્ષના મોભીઓને તેમણે આપી હોવાની ચર્ચા છે.
પરેશ ધાનાણીને રિપ્લેસ કરીને પોતાને તેમનું સ્થાન આપવાની માગણી મૂકવામાં આવી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. કોન્ગ્રેસમાં તો વિપક્ષના નેતાની માફક પ્રદેશ પ્રમુખને બદલવાની પણ વાતો વહેતી થઈ છે.
દિવાળી પછીના દિવસો કોગ્રેસ માટે ભારે ઊથલપાથલના રહેવાની સંભાવના છે. ઘણાં કોંગ્રેસ નેતાઓ એ વાત પણ કરી રહ્યાં છે કે કોંગ્રેસમાં ગાબડું પડતાની સાથેજ પ્રદેશ પ્રમુખ પણ બદલાઈ જશે. જો કે આવત કેટલી સાચી અને કેટલી ખોટી છે. તે હવે દિવાળી ના અંતેજ ખબર પડી શકે છે. જોકે ઘણા સૂત્રો આ માહિતી ને સાચી દર્શાવી રહ્યાં છે.