વિચરતા-વિમુક્ત છારા સમુદાયે હાર્દિકને આપ્યો ટેકો, કહ્યું: આપણી લડાઇ એક સમાન છે

પાટીદાર અનામત આંદોલન સમિતિનાં સંયોજક હાર્દિક પટેલના આમરણ ઉપવાસનો આજે અગિયારમો દિવસ છે. આ અગિયાર દિવસ દરમિયાન વિવિધ સમુદાય અને રાજકીય પક્ષોના નેતાઓએ હાર્દિકની મુલાકાત લઇ ખબર અંતર પુછ્યા છે અને તેની લડતને ટેકો આપ્યો છે.

આ દરમિયાન રાજ્યની વિચરતી-વિમુક્ત જાતિ એવી છારા સમુદાયે પણ હાર્દિક પટેલની લડતને ટેકો આપ્યો છે અને કહ્યુ છે કે, તમારી અને અમારી લડાઇમાં સમાનતા છે એટલે અમે હાર્દિકની લડતને ટેકો આપીએ છીએ.

ડીએટી અધિકાર મંચ (DNT અધિકાર મંચ) વતી દક્ષિણ બજરંગે છારા, કલ્પના ગાગડેકર છારા, આતિશ ઇન્દ્રેકર છારા અને પરબત વાદી વગેરે એક સંયુક્ત નિવેદન દ્વારા હાર્દિક પટેલને ટેકો આપ્યો છે  અને હાર્દિકને ટેકો આપતો એક પત્ર લખ્યો છે.

હાર્દિક પટેલને ઉદ્દેશ્યીને લખેલા આ પત્રમાં જણાવ્યુ છે કે, “આપ જે ઉપવાસ કરીને દેશનાં ગરીબ વર્ગના લોકોની લડાઇ લડી રહ્યા છો તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ.  પાટીદાર સમાજનાં ગરીબ લોકો મોટેની આપની લડાઇમાં દેશભરમાં વસતા વિચરતા અને વિમુક્ત સમુદાયની જાતિઓ વતી અમે આપને આશ્વાસન આપીએ છીએ કે અમે આપની સાથે છીએ.”

તેમણે વધુમાં જણાવ્યુ કે, “ગુજરાતીની તમામ વિચરતી વિમુક્ત જાતિઓ જેમાં છારા, વાદી, ચામઠા, દેવીપૂજક, મદારી, વાદી, વગેરે જેવી અનેક જાતિઓનો સમાવેશ થાય છે અને આ જાતિઓનું પ્રતિનિધિત્વ કરનારી સંસ્થા ડીએનટી અધિકાર મંચ હાલમાં ગુજરાતભરમાં અને કાર્યક્રમો કરીને ગરીબ લોકોનો અવાજ સરકાર સુંધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે. અમારી અને તમારી લડાઇમાં સમાનતા છે અને એ સમાનતા જ અમને તમારી સાથે ઉભા રહેવા માટે પ્રેરણા આપી રહી છે”.

બીજી તરફ, હાર્દિક પટેલનાં આમરણ ઉપવાસનો 11મો દિવસ છે. તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યુ હતુ. છેલ્લા બે દિવસમાં તેનાં વજનમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. આજે સવારે સોલા સિવિલ હોસ્પિટલ તરફથી ડો. મનિષા પંચાલ અને તેમની ટીમ હાર્દિક પેટલનું ચેકપઅ કરવા પહોંચી હતી. જ્યાં ચેકઅપ કર્યા બાદ ડોક્ટરે હાર્દિક પટેલને હોસ્પિટલમાં દાખલ થઇ જવાની સલાહ આપી હતી.

ડોક્ટરનાં જણાવ્યાં પ્રમાણે, હવે જે પ્રમાણે હાર્દિકનું વજન ઘટી રહ્યું છે તે જોતા તેણે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થઇ જવું જોઇએ.

હાર્દિક પટેલના ઉપવાસના સ્થળે ICU ઓન વ્હિલ અને ચાર ડોક્ટરની ટીમ તૈનાત છે. રાજય સરકારે આજે મંગળવારે પહેલી વખત પ્રતિક્રિયા આપી હતી અને ઉર્જામંત્રી સૌરભ પટેલે આ મામલે કહ્યુ કે, હાર્દિક પટેલના ઉપવાસ કોંગ્રેસ પ્રેરિત છે અને રાજકીય છે”

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here