Updates

શુ તમને રક્ષાબંધન વિશે ખબર છે કે કેમ ચાલુ થયો આ તહેવાર? જાણો આ રોચક માહિતી

ભારત દેશ માં રક્ષાબંધન નો તહેવાર નું ખૂબ મહત્ત્વ છે આથી જ તેને ખુબજ ઉત્સુકતાથી મનાવવામાં આવે છે.આ રક્ષાબંધન ના દિવસે બહેન પોતાના ભાઈ ના હાથે રાખડી બાંધે છે અને ભાઈ એની બહેન ને એની રક્ષા કરવાનું વચન આપે છે.

શ્રાવણ મહિનાની પૂનમે રક્ષાબંધનનો તહેવાર આવે છે,રક્ષાબંધન નો તહેવાર દર વર્ષે પૂર્ણિમા ના દિવસે જ આવે છે અને એટલે જ આ પર્વને શ્રાવણી પૂનમ તરીકે પણ ઓળખાય છે.

આ વર્ષે 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધન એ ક જ દિવસે આવે છે. આ વખતે ગુરુવાર અને પૂનમનો યોગ હોવાથી પર્વ કલ્યાણકારી બની રહેશે.રક્ષાબંધન પ્રેમ, વિશ્વાસ અને સંબંધોની ગરિમા વધારતો તહેવાર છે.

ભાઈ-બહેનના પ્રેમનું પર્વ રક્ષાબંધન દેશભરમાં ઉલ્લાસ-ઉમંગ સાથે મનાવવામાં આવે છે. રક્ષાબંધનના તહેવાર સાથે પૌરાણિક કથા જોડાયેલી છે.રાજા બલિ અને લક્ષ્મી માતા તેમજ દેવરાજ ઈન્દ્ર અને ઈન્દ્રાણી વિશેની કથા પ્રચલિત છે.

રાજા બલિ અને મા લક્ષ્મી દ્વારા શરૂ થઈ રાખડી બાંધવાની પ્રથા પુરાણ અનુસાર, રાજા બલિ ભગવાન વિષ્ણુના પ્રખર ભક્ત હતા.

જ્યારે ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કરીને માત્ર ત્રણ પગલાંમાં આખી પૃથ્વી અને આકાશ માપી લીધા હતા.

ત્યારે રાજા બલિએ ભગવાનને પ્રાર્થના કરી હતી કે, હવે મારું સઘળું જતું રહ્યું છે ત્યારે પ્રભુ મારી વિનંતી સ્વીકારો અને મારી સાથે પાતાળમાં ચલો.

ભગવાન રાજા બલિની વાત માની અને વૈકુંઠ છોડીને પાતાળ જતા રહ્યા.માતા લક્ષ્મી થયા હતા પરેશાન આ વાતથી માતા લક્ષ્મી પરેશાન થઈ ગયા અને તેમણે વિષ્ણુને પરત લાવવા માટે લીલા રચી.

માતા લક્ષ્મીએ ગરીબ મહિલાનું રૂપ ધારણ કરીને બલિ રાજાને રાખડી બાંધી.

બલિએ કહ્યું કે, મારી પાસે તમને આપવા માટે કંઈ નથી. ત્યારે દેવી લક્ષ્મીએ કહ્યું કે, મારે ભગવાન વિષ્ણુ જોઈએ છે ત્યારે બલિએ મા લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુને જવા દીધા.

ત્યારબાદ ભગવાન વિષ્ણુએ રાજા બલિને વરદાન આપ્યું કે તેઓ દર વર્ષે ચાર મહિના પાતાળમાં રહેશે. આ ચાર મહિના ચર્તુમાસ તરીકે ઓળખાય છે.

પત્ની સચિએ ઈન્દ્રદેવને બાંધી હતી રાખડી પુરાણમાં અન્ય એક કથા અનુસાર વૃત્રાસુર સાથે યુદ્ધ પહેલા રાજા ઈન્દ્રની રક્ષા માટે ઈંદ્રાણી સચિએ પોતાના તપ-બળથી એક રક્ષાસૂત રાજા ઈંદ્રના હાથે બાંધ્યું ત્યારે શ્રાવણી પૂનમ હતી.

આ રક્ષાસૂત્રએ રાજા ઈન્દ્રની રક્ષા કરી અને તેઓ યુદ્ધમાં વિજયી થયા. આ ઘટના સતયુગમાં ઘટી હતી.જે લોકો કળયુગ માં પણ અનુસરે સીબે માટેજ ભારત દેશ ને મહાન કહેવાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker