બાળકી સાથે “સંતાકુકડી” રમી રહ્યું છે આ પાલતુ શ્વાન: વાયરલ થયો વિડીયો

ઘરમાં એક પાલતુ જાનવર હોય તો બાળકોથી લઈને મોટાઓ સુધી તમામનું મન લાગેલું રહે છે. સાથે જ પાલતુ શ્વાન અને બિલાડી જેવા જાનવરોના વિડીયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થતા રહે છે. આવો જ એક જોરદાર વિડીયો ટ્વીટર પર સામે આવ્યો છે. જેમાં શ્વાન સંતાકુકડી રમી રહ્યું છે. જોરદાર મગજ ધરાવતું આ શ્વાન ઘરની બાળકી સાથે સંતાકુકડી રમી રહ્યું છે. કોઈ શ્વાનને સંતાકુકડી રમતા જોઈને લોકો હેરાન છે.

https://twitter.com/buitengebieden_/status/1423991674091540483?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1423991674091540483%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Ftrending%2Fdog-playing-hide-and-seek-with-kid-video-gets-viral-read-funny-reactions-773583.html

વાયરલ થઈ રહેલા 25 સેકન્ડના આ વિડીયોમાં બાળકી શ્વાનને સંતાકુકડી રમવા માટે કહે છે અને તેને દિવાલ પાસે થઈને દાવ લેવા માટે કહે છે. જેથી તે છુપાઈ શકે અને પછી શ્વાન તેને શોધી શકે. શ્વાન પર તુરંત જ બાળકીની વાત સમજી લે છે અને દિવાલ પર પોતાનું મોઢુ ઢાંકીને ઉભું રહી જાય છે. થોડો સમય ઉભા રહ્યા બાદ શ્વાન પાછળ વળીને જોવે છે તો બાળકી તેને કહે છે કે નો ચીટિંગ. શ્વાન પણ બાળકીની વાત સમજીને ફરીથી દાવ લે છે અને બાળકી તેને બોલાવશે તેની રાહ જોવા લાગે છે. બાદમાં બાળકી શ્વાનને કહે છે કે હવે આવી જા મને શોધ અને પછી તે બાળકીને શોધવા માટે નિકળી જાય છે.

ઈન્ટરનેટ પર આ વિડીયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ટ્વીટર પર વિડીયોને Buitengebieden નામના હેન્ડલથી પોસ્ટ કરવામાં આવ્યો છે. આ અકાઉન્ટ પરથી સામાન્ય રીતે આ વિડીયોઝ પોસ્ટ થતા રહે છે. આ વિડીયોને 1 લાખ 38 હજારથી વધારે લોકોએ જોયો છે. આ સિવાય 6 હજારથી વધારે લોકોને આને લાઈક કરી ચૂક્યા છે.

Scroll to Top