એક શ્વાને બચાવ્યો તળાવમાં ડૂબતા હરણના બચ્ચાનો જીવઃ જૂઓ આ અદભૂત ફોટોગ્રાફ્સ

સામાન્ય રીતે પાલતુ શ્વાનોને ટ્રેનિંગ આપવામાં આવે છે જેથી તે ઘરની રખેવાળી કરી શકે. પરંતુ શ્વાન એક એવું પ્રાણી છે કે જે ટ્રેનિંગ વગર પણ કેટલાય કારનામા કરી શકે છે. અમેરિકાથી એક શ્વાનની દરીયાદીલીનો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. આ શ્વાને એક તળાવમાં ડૂબી રહેલા હરણના બચ્ચાનો જીવ બચાવ્યો. અને હવે આ શ્વાન અને મૃગબાળ મિત્રો બની ગયા છે.

ઘટના વર્જીનિયાની છે. અહીંયા રોલ્ફનો પાલતુ શ્વાન થોડા દિવસ પહેલા ખોવાઈ ગયો હતો. રોલ્ફને આ શ્વાન ખૂબ પ્યારો હતો કારણ કે તે ખૂબ સમજદાર હતો. જ્યારે રોલ્ફ હાર્લ શ્વાનને શોધતા-શોધતા નજીકના તળાવ પાસે ગયો ત્યારે તે ચોંકી ગયો. કારણ કે, પોતાનો પાલતુ શ્વાન તળાવમાં ડૂબી રહેલા એક હરણના બચ્ચાનો જીવ બચાવી રહ્યો હતો. કિનારા પર આવીને શ્વાને પહેલા તો હરણના બચ્ચાને બહાર કાઢ્યું અને પછી શ્વાન પોતે બહાર આવ્યો.

રોલ્ફ નામના આ વ્યક્તિએ આ અદભૂત દ્રશ્યો કેમેરામાં કેદ કરી લીધા છે. આ ફોટોઝ તેણે પોતાના ફેસબુક અકાઉન્ટ પર મૂક્યા હતા. તેણે લોકોને જણાવ્યું કે કેવી રીતે એક પાલતુ શ્વાને બહાદૂરીનું કામ કર્યું.

જો કે, હવે આ પાલતુ શ્વાન અને હરણનું બાળક બંન્ને ખાસ મિત્રો બની ગયા છે અને રોજ એકબીજા સાથે રમવામાં સમય પણ વિતાવે છે.

Scroll to Top