સમુદ્રી લહેરોમાં ફસાઈ ગઈ હતી બાળકીઃ પાલતુ શ્વાને બચાવ્યો જીવ!! જૂઓ વિડીયો

શ્વાનોની ગણતરી ખૂબ જ વફાદારી પ્રાણીઓમાં કરવામાં આવે છે. જો તેના માલીક પર કોઈ સંકટ આવી જાય તો તેને બચાવવા માટે પોતાના જીવની બાજી પણ લગાવી દે છે. એટલા માટે કહેવામાં આવે છે કે, જાનવરોમાં શ્વાન માણસોના સૌથી સારા મીત્ર હોય છે.

https://twitter.com/buitengebieden_/status/1439641143017414659?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1439641143017414659%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Ftrending%2Fdog-saved-a-girl-in-sea-video-goes-viral-on-social-media-832454.html

તેઓ ન માત્ર આપણી સુરક્ષા કરે છે પરંતુ દરેક દુખ અને સુખમાં ભાગ પણ લે છે. સોશિયલ મીડિયા પર અત્યારે એક શ્વાનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આમાં તે પોતાના માલીકની દિકરીને સમુદ્રી લહેરોમાંથી બહાર નિકાળતો દેખાઈ રહ્યો છે. આ વિડીયોને જોયા બાદ દરેક વ્યક્તિ આ શ્વાનની તારીફ કરી રહ્યા છે.

સામાન્યરીતે શ્વાનની ટ્રેનિંગ કરવામાં આવતી હોય છે કે, જેથી ઘરની સુરક્ષા કરે અને કોઈને ઘરમાં ઘુસવા ન દે. આ ન માત્ર પ્રેમાળમીત્ર હોય છે પરંતુ એક સારા હમદર્દ પણ હોય છે. પરંતુ આ શ્વાન માત્ર ઘરમાં જ નહી પરંતુ ઘરની બહાર પણ માલીક અને તેના પરીવારની સુરક્ષા કરતા રહે છે. સોશીયલ મીડિયા પર વાયરલ આ વિડીયોને જ જોઈ લ્યો.

વિડીયોમાં સમુદ્ર કિનારે આપને એક બાળકી રમતી જોવા મળશે. તેની સાથે ઘરનો એક પાલતુ ડોગી પણ છે. વિડીયોમાં આપ જોઈ શકો છો કે, એક લહેર ઉઠે છે અને બાળકીને પોતાની સાથે લઈ જાય છે. આ જોઈને શ્વાનને લાગ્યું કે, આ દિકરી સેફ નથી અને શ્વાન તરત જ તેની ટીશર્ટ પકડીને તેને દરીયાથી બહાર જમીન પર લઈ જાય છે.

Scroll to Top