લોકડાયરો હવે ગુજરાતમા જ નહીં પરંતુ વિદેશની ધરતી પર થવા લાગ્યો છે. ત્યારે મેલબોર્નમાં યોજાયેલા ડાયરામાં ઉર્વશી રાદડિયા અને માયાભાઈ આહિરે રમઝટ બોલાવી હતી. ડાયરાથી મેલબોર્નમાં રહેતા ગુજરાતી ખુશ થઈ ગયા હતા અને બન્ને કલાકારો પર ડોલરોનો વરસાદ કર્યો હતો.
21મી જુલાઈના રોજ મેલબોર્નના માલવેર્નમાં આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર પટેલ સમાજ વિક્ટોરિયા દ્વારા આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉર્વશી રાદડિયા અને માયાભાઈ આહિરે માલવેર્ન ટાઉન હોલ ખાતે આયોજિત આ ડાયરામાં લોકસાહિત્ય અને લોકગીતોની રમઝટ બોલાવી હતી.
ગુજરાતી લોકો ખુશ થઈ ગયા હતા ડોલરોનો વરસાદ કર્યો હતો. જેના કારણે કલાકારની આસપાસ ડોલરની ચાદર પથરાઈ ગઈ હતી.
બંને કલાકારોને સાંભળવા માટે મોટી સંખ્યામાં ગુજરાતનીઓ અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી આવીને અહીં વસેલા લોકો ઉમટી પડ્યા હતા.