મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના ઘરે ઇડીએ રેડ

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના નાગપુર સ્થિત ઘરે ઇડીએ રેડ કરી છે. 100 કરોડ વસૂલી મામલે ઇડીની મુંબઇ યૂનિટે અનિલ દેશમુખના ઘરે રેડ કરી હતી. અનિલ દેશમુખ કાલ સાંજે જ મુંબઇથી નાગપુર ગયા હતા. બોમ્બે હાઇકોર્ટમાં અનિલ દેશમુખની અપીલ, જેમાં તેમણે સીબીઆઇ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ રદ કરવાની માંગ કરી છે.

ઇડીએ કાલે અનિલ દેશમુખ પર ભ્રષ્ટાચાર મામલે ડીસીપી રાજૂ ભુજબલના નિવેદન દર્જ કર્યા હતા. પૂર્વ મુંબઇ પોલીસ કમિશનર પરમબીર સિંહ દ્વારા મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર 100 કરોડ રૂપિયા પોલીસ વિભાગ દ્વારા વસુલીનો આરોપ લગાવ્યો હતો. તેની તપાસ સીબીઆઇ પણ કરી રહી છે અને મની લોન્ડ્રિંગની તપાસ ઇડી કરી રહી છે.

ઇડીની આ રેડ પર શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યુ કે કેન્દ્ર સરકાર સીબીઆઇ અને ઇડીનો રાજકારણ હેઠળ ઉપયોગ કરી રહી છે. જ્યા દેશને નુકસાન છે, ત્યા તપાસ એજન્સીઓને લગાવવામાં આવે પરંતુ અહી જોવા મળી રહ્યુ છે કે રાજનીતિ હેઠળ આ થઇ રહ્યુ છે. કાલે પણ ભાજપે અજિત પવાર અને અનિલ પરબ પર કાર્યવાહીની વાત કરી છે. શું આ એજન્સી તમારા કાર્યકર્તા છે અથવા તમારા સેલના અધિકારી છે.

Scroll to Top