ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ રેપના કેસમાં જેલમાં બંધ આસારામને પત્ર લખીને તેના સંગઠનને શુભકામના પાઠવી છે. શિક્ષણ મંત્રીએ આસારામ આશ્રમમં 14 ફેબ્રુઆરીએ માતૃ-પિતૃ દિવસની થનારી ઉજવણીની શુભકામના પાઠવી છે. ગુજરાતના મંત્રીનો આ પત્ર સોશયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેના કારણે ગુજરાતની સરકાર ક્ષોભજનક સ્થિતિ ઊભી થઈ છે.
ભૂપેન્દ્ર સિંહે પત્ર માટે ઓફિશિયલ લેટરહેડનો ઉપયોગ કર્યો છે. તેમાં તેમની તસવીર અને મંત્રાલયનું નામ અપાયું છે. પત્રમાં લખ્યું છે કે, ‘તમારી સંસ્થા 14 ફેબ્રુઆરીએ માતૃ-પિતૃ દિવસ પૂજન દિવસ ઉજવીને પ્રસંશનીય કામ કરી રહી છે. જે પોતાના માતા-પિતા અને ગુરુની સેવા કરનાર સ્વયં ચિર આદરણીય અને પૂજનીય બની જાય છે.’
શિક્ષણ મંત્રીએ આશ્રમના કર્યા વખાણ
તેમાં આગળ લખ્યું છે કે, ‘ભારતીય સંસ્કૃતિમાં એક સૂત્ર છે- માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ અને આચાર્ય દેવો ભવ- બધાને પ્રેરિત કરે છે. તમારી સંસ્થાએ એક નવી પહેલ કરી છે, જે અંતર્ગત 14 ફેબ્રુઆરી 2019એ તમારા આશ્રમમાં માતૃ-પિતૃ દિવસ ઉજવાશે. હું આશા રાખું છું કે, આ શરૂઆત મોટી સફળતા છે અને યુવક-યુવતીઓ પોતાના માતા-પિતા પ્રત્યે પોતાની જવાબદારીઓ સમજે.’ છેલ્લે તેમણે લખ્યું છે કે, ‘તમારી સંસ્થા દ્વારા થઈ રહેલા આ ઉમદા કાર્ય માટે મારી હાર્દિક શુભેચ્છા પાઠવું છું.’
પત્ર અંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહે શું કહ્યું?
આ અંગે ભૂપેન્દ્ર સિંહને જ્યારે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, ‘આ ઘણો નાનો મામલો છે, તેને મોટો ન બનાવો.’ ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે જોધપુરની કોર્ટે યુપીના શાહજહાંપુરની સગીરાના રેપના મામલે આસારામને દોષી ઠેરવતા આજીવન કેદની સજા ફટકારી છે. 77 વર્ષનો આસારામ જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ છે.