હાથી ભલે જંગલના સૌથી સુંદર જાનવરોમાં ગણાતો હોય પરંતુ તેની તાકાત તેને અન્ય જાનવરોથી અલગ બનાવે છે. જ્યારે હાથીઓને ગુસ્સો આવે છે ત્યારે તે આખુ જંગલ વેર-વીખેર કરી નાંખે છે. આપણે સોશિયલ મીડિયા પર એવા કેટલાય વિડીયો જોયા છે કે જેમાં હાથીઓની તાકાતને જોઈ શકાય છે. અત્યારે સોશિયલ મીડિયા પર આવો જ એક વિડીયો શેર કરવામાં આવ્યો છે. આ વિડીયોને જોઈને અંદાજ આવી જશે કે આખરે હાથી કેટલો બળવાન હોય છે.
Knock Down
Vc unknown pic.twitter.com/UkevTm06ka
— Zubin Ashara (Modi ka Parivar) (@zubinashara) August 23, 2021
સોશિયલ મીડિયા પર જે વિડીયો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે તેમાં હાથી પોતાની ભૂખ મીટાવવા માટે એક ઝાડને તેના મૂળીયામાંથી જ ઉખાડી ફેંકે છે. પહેલા હાથી પોતાની સૂંઢની મદદથી તેને પકડે છે અને પછી પૂરી તાકાતથી આગળ-પાછળ ધકેલવા લાગે છે. થોડા જ સમયમાં ઝાડ રોડ પર પડી જાય છે. બાદમાં તે પોતાની મનગમતી ડાળીઓ ખાવા લાગે છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો અત્યારે લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
આ વિડીયોને ટ્વીટર યુઝરે શેર કર્યો છે. આ સાથે જ વિડીયોના કેપ્શનમાં તેમણે લખ્યું કે, હવે ખેલ ખતમ. આ વિડીયોને અત્યારસુધીમાં હજારો લોકોએ જોયો છે. આ સાથે જ આ વિડીયોને લોકો અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર પણ કરી રહ્યા છે. જો કે, હજી એ જાણકારી નથી મળઈ કે વિડીયો ક્યાંનો છે. પરંતુ વિડીયો જોઈને લોકોએ એક વાત તો માની લીધી કે જંગલનો રાજા ભલે સિંહ હોય પરંતુ સૌથી શક્તિશાળી જાનવર તો હાથી જ છે.