જમ્મૂ-કાશ્મીરઃ પુલવામામાં સેનાને મળી મોટી સફળતા, 5 આતંકીઓને ઠાર કરાયા

જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં ગુરૂવાર રાતથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના પાંચ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ પૈકી એક પાકિસ્તાની છે. પુલવામાના હાંજિન રાજપોરા વિસ્તારમાં એન્કાઉન્ટર હજી ચાલી રહ્યું છે અને છુપાયેલા આતંકીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. ફાયરિંગ દરમિયાન સેનાના એક જવાન પણ શહિદ થયા છે.

ગુરુવારે મોડી રાત્રે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓની હાજરીની બાતમી મળતાં પુલવામા જિલ્લાના રાજપોરા વિસ્તારના હાજિન ગામમાં સુરક્ષા દળોએ કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકીઓ સુરક્ષા દળો પર ગોળીબાર કરતા સર્ચ અભિયાન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું હતું. સુરક્ષા દળોએ પણ ફાયરિંગનો યોગ્ય જવાબ આપ્યો હતો.

બીજી તરફ જમ્મૂ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કે, ડ્રોન દ્વારા હથિયાર, વિસ્ફોટકો અને માદક પદાર્થ ફેંકવા પાછળ પાકિસ્તાનના આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા અને જૈશ એ મહોમ્મદનો હાથ છે.

તેમણે કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે, જમ્મૂ-કાશ્મીરમાં શાંતિ અને વિકાસ લાવવા માટે આતંકવાદનો અસ્વિકાર કરવામાં આવે અને તેને હરાવવામાં આવે. ડીજીપીએ કકહ્યું કે, આતંકવાદના સફાયા માટે આતંકવાદ વિરોધી અભીયાનોની ગતી વધારે તેજ કરવી જોઈએ.

Scroll to Top