ઓક્સફેમ (Oxfam) કહ્યુ છે કે દર એક મિનિટમાં 11 લોકો ભૂખથી મરી જાય છે. ઓક્સફેમનું કહેવુ છે કે વિશ્વભરમાં ભૂખમરી જેવી સ્થિતિનો સામનો કરનારા લોકોની સંખ્યા ગત વર્ષે છ ઘણી વધી ગઇ છે.
‘The Hunger Virus Multiplies’ નામના રિપોર્ટમાં ઓક્સફેમે કહ્યુ કે કોવિડ સંક્રમણથી વધુ મોત ભૂખમરીથી થઇ રહ્યા છે. કોવિડથી દર મિનિટે સાત લોકોના જીવ જઇ રહ્યા છે. ઓક્સફેમ અમેરિકાના અધ્યક્ષ અને સીઇઓ એબી મેક્સમેને કહ્યુ, આ આંકડો અકલ્પનીય પરિસ્થિતિનો સામનો કરી રહેલા લોકોને મળીને બનેલો છે. એક વ્યક્તિ પણ ઘણો વધુ છે.
ઓક્સફેમે કહ્યુ કે વિશ્વભરમાં 15.5 કરોડ લોકો ખાદ્ય અસુરક્ષા અથવા તેનાથી ખરાબ સંકટમાં જીવન જીવી રહ્યા છે. આ આંકડો ગત વર્ષથી 2 કરોડ વધુ છે. જેમાંથી બે તૃતિયાંશ લોકો એટલા માટે ભૂખનો સામનો કરી રહ્યા છે કારણ કે તેમના દેશમાં સેન્ય વિવાદ ચાલી રહ્યો છે.
મેક્સમેને કહ્યુ કે કોવિડને કારણે આર્થિક સમસ્યા, ખરાબ થતા પર્યાવરણ સંકટ અને સતત સેન્ય વિવાદે 5.2 લાખથી વધુ લોકોને ભૂખમરીમાં ધકેલી દીધા છે. ઓક્સફેમે જણાવ્યુ કે મહામારી છતા વૈશ્વિક સૈન્ય ખર્ચા મહામારી દરમિયાન 51 બિલિયન ડૉલરથી વધી ગયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ કે આ પૈસા UNને ભૂખથી લડવા માટે જરૂરી પૈસાથી આશરે છ ઘણા છે. મેક્સમેને કહ્યુ, ભૂખ જંગના હથિયાર તરીકે ઉપયોગ થઇ રહ્યુ છે, નાગરિકોને ભોજન અને પાણીથી વંચિત રાખવુ અને માનવીય મદદ રોકવુ સામેલ છે.
ઓક્સફેમે સરકારોને સેન્ય વિવાદ ખતમ કરવાની અપીલ કરી છે અને કહ્યુ કે સુનિશ્ચિત કરવામાં આવે કે રાહત એજન્સી વિવાદિત વિસ્તાર અને જરૂરીયાતમંદો સુધી પહોચી શકે.